મહિલાએ યુ-ટ્યુબ વીડિયો જોઈને પ્રેમીની મદદથી પતિની કઈ રીતે કરી હત્યા ?

કરીમનગર, તેલંગાણાઃ પતિ, પત્ની અને વોની ઘટનાઓ અત્યારે ખૂબ જ વધી રહ્યાં છે. ફરી એક એવી ઘટના બની છે જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી છે. આ ઘટના તેલંગાણાના કરીમનગરમાં બની છે. કરીમનગરમાં રહેતા સંપથ નામના વ્યક્તિની પત્ની રામદેવીએ હત્યા કરી નાખી છે. સંપથ એક લાયબ્રેરીમાં સફાઇનું કામ કરતો હતો. તેના લગ્ન રામદેવી નામની એક યુવતી સાથે થયા અને લગ્નજીવન બાદ બે બાળકોનો જન્મ થયા હતાં. ધીરે ધીરે સંપથ દારૂના નશાના રવાડે ચઢી જાય છે. એટલું જ નહીં પરંતુ પત્ની રામદેવીને મારતો હોય છે.
પત્ની રામદેવી પરિવારનું ગુજરાન ચલાવવા માટે નજીકમાં નાસ્તાની એક નાની દુકાન ચલાવતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક કરણ રાજય્યા નામના આધેડ વયના વ્યક્તિ સાથે થાય છે. બન્ને વચ્ચે પહેલા મિત્રતા થયા છે અને પછી સંબંધ આગળ વધી જાય છે. ઘરે પતિ મારામારી કરતો હતો અને રાજય્યા સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી રામદેવીને પતિની હત્યા કરવાનો વિચાર કર્યો. મહત્વની વાત એ છે કે, હત્યાનો પ્લાન ઘડવા માટે તેણે યુટ્યુબમાં વીડિયો જોયા હતાં. હત્યા કેવી રીતે કરવી અને હત્યા બાદ પુરાવાનો કેવી રીતે નાશ કરવો તેના વીડિયો યુટ્યુબમાં જોયા હતા તેવું પોલીસ તપાસ દ્વારા જાણવા મળ્યું છે.
યુટ્યુબમાં વીડિયો જોઈને પતિની હત્યાનો પ્લાન બનાવ્યો
યુટ્યુબમાં વીડિયો જોયા બાદ સમગ્ર પ્લાન તેના પ્રેમી રાજય્યાને સમજાવ્યો હતો. ત્યાર બાદ રામદેવી, પ્રેમી રાજય્યા અને રાજય્યાનો મિત્ર શ્રીનિવાસ સંપથની હત્યા કરવાની યોજના બનાવે છે. ત્યાર બાદ રાજય્યા અને શ્રીનિવાસ દારૂની લાલચ આપીને સંપથને એક જગ્યાએ બોલાવે છે. અહીં સંપથને ચિક્કાર દારૂ પીવડાવવામાં આવે છે. બાદમાં સંપથના કાનમાં દવા નાખી દેવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે, ઘટના સ્થળ પર જ સંપથનું મોત થઈ ગયું હતું.
પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતા પોલીસને પત્ની પર શંકા ગઈ
મહત્વની વાત એ છે કે, પતિની હત્યા કરાવ્યાં બાદ પત્ની રામદેવી પોલીસ સ્ટેશન જાય છે અને પોતાનો પતિ ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવે છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે 1લી ઓગસ્ટે પોલીસને એક લાશ મળે છે. પતિના લાશ મળી ત્યારે રામદેવી અને તેનો પ્રેમી રાજય્યા સંપથની લાશનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી દે છે, જેથી પોલીસને બંને પર શંકા ગઈ હતી. પોલીસે આ મામલે જ્યારે બંનેના ફોન, લોકેશન અને સીસીટીવી વીડિયોની તપાસ કરી ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આપણ વાંચો: હૈદરાબાદમાં સાયકોલોજીસ્ટની આત્મહત્યા? માનસિક રોગના દરદીની સારવાર કરવા ગઈ અને…