સરકારી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે બપોરનું ભોજન લેશે! આ રાજ્યના સીએમએ કરી જાહેરાત

હૈદરાબાદ: સરકારી શાળામાં મોટા ભાગે મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય છે. પરંતુ હવે શિક્ષકોએ પણ બપોરના ભોજનમાં સાથે બેસીને ખાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. સરકારી શાળાઓના શિક્ષકોને ભોજનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે વિદ્યાર્થીઓ સાથે બપોરનું ભોજન લેવાનું કહેવામાં આવ્યું છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ હૈદરાબાદમાં શિક્ષક દિવસ પર આયોજિત એક કાર્યક્રમને આની જાહેરાત કરી છે.
શિક્ષકોએ હવે વિદ્યાર્થીઓ સાથે ભોજન કરવું પડશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું કે, સરકારી શાળાઓમાં ફૂડ પોઇઝનિંગની ઘટનાઓ બને છે ત્યારે તેમને દુઃખ થાય છે, ભલે સરકાર ખોરાક અને અન્ય મૂળભૂત જરૂરિયાતો માટે ભંડોળ વધારી રહી હોય. વધુમાં કહ્યું કે, તેઓ શાળાઓની મુલાકાત પણ લેશે અને વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે. જો શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે, તો તે ખોરાક તૈયાર કરવાના યોગ્ય ધોરણો જાળવવામાં મદદ કરશે. આ વાતમાં ખરેખર તથ્ય પણ છે. એટલું જ પરંતુ જો શિક્ષકો બાળકો સાથે બેસીને જમશે તો ગુરૂ અને શિષ્ય વચ્ચે લાગણી કેળવાશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના છ શિક્ષકોને ‘રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025’
સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં શિક્ષકો તાલીમ લેવા જશેઃ સીએમ રેડ્ડી
વધુમાં સીએમ રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે, તેમની સરકાર દર વર્ષે લગભગ 200 શિક્ષકોને સિંગાપોર અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં શિક્ષણમાં પદ્ધતિઓ શિખવા માટે મોકલવાની યોજના બનાવી રહી છે. સિંગાપોર અને જાપાન જેવા દેશોએ ગુણવત્તાયુક્ત શિક્ષણને કારણે વિકાસ કર્યો છે. રાજ્યમાં લગભગ 27,000 સરકારી શાળાઓ છે, જેમાં 24 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે 11,000 ખાનગી શાળાઓમાં 34 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ પણ વાંચો : તુષાર શુક્લ, પંકજ ઉધાસ, કુમુદિની લાખિયા સહિત 9 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર
સીએમ રેડ્ડીએ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના કર્યા વખાણ
મહત્વની વાત એ કે, સીએમ રેડ્ડીએ કેજરીવાલના વખાણ પણ કર્યાં હતાં. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની સફળતાનો ઉલ્લેખ કરતા રેડ્ડીએ કહ્યું, ‘તેઓ બીજા અને ત્રીજા કાર્યકાળ માટે ચૂંટાયા હતા કારણ કે તેમણે શિક્ષણમાં ફેરફારો હતા’. હવે તેલંગાણાની શાળામાં પણ આવો સુધાર લાવવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યાં છે.