શિમલામાં લેન્ડિંગ વખતે વિમાનમાં આવી ‘ટેકનિકલ’ ખામી, નાયબ મુખ્ય પ્રધાન સહિત 44 પ્રવાસીના શ્વાસ અદ્ધર

શિમલાઃ દિલ્હીથી શિમલા જઈ રહેલ વિમાનમાં ખામી સર્જાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, વિગતે વાત કરવામાં આવે તો, એલાયન્સ એર ફ્લાઇટ નંબર 9I821ના પાયલોટે શિમલા એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાનના બ્રેકમાં ટેકનિકલ ખામીની જાણ કરી હતી. મહત્વની વાત એ છે કે, આ વિમાનમાં હિમાચલ પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રી અને ડીજીપી ડૉ. અતુલ વર્મા સહિત 44 પ્રવાસી મુસાફરી કરતા તમામના શ્ર્વાસ અદ્ધર આવી ગયા હતા.
નાયબ મુખ્ય પ્રધાન સહિત તમામ 44 મુસાફરો ‘સુરક્ષિત’
ઘટના અંગે શિમલા એરપોર્ટ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે હિમાચલ પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન સહિત તમામ 44 મુસાફરો અત્યારે સુરક્ષિત છે. વિમાનમાં શું ખામી સર્જાઈ હતી તેની તપાસ માટે નીચે ઉતારી લેવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે પાયલોટને વિમાન કોઈ ટેકનિકલ સમસ્યા જણાઈ હતી.
આપણ વાંચો: Hyderabad થી મલેશિયા જતા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઇ, પાયલોટની સૂઝબૂઝથી 138 પ્રવાસીઓના જીવ બચ્યા
જેના કારણે વિમાનની ગતિ ધીમી નહોતી પડી રહી. જેના કારણે પાયલોટે સત્વરે ઈમરજન્સી બ્રેક લગાવી હતી. પાયલટની કુશળતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાનું માનવામાં આવે છે. સાવચેતી માટે ધર્મશાલા જતી આગળની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. એલાયન્સ એર દ્વારા હજુ સુધી ટેકનિકલ ખામી કે ત્યાર બાદની સલામતી પ્રક્રિયાઓ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
વિમાનને લેન્ડિંગ સમયે થોડી સમસ્યાઓ આવી હતી
આ ઘટનાએ હિમાચલ પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રીએ જણાવ્યું કે, ‘અમે આજે સવારે વિમાન દ્વારા શિમલા પહોંચ્યા હતાં. વિમાનને લેન્ડિંગ સમયે થોડી સમસ્યાઓ આવી હતી.
મને ટેકનિકલ જ્ઞાન નથી, પણ એક સામાન્ય માણસ તરીકે હું કહી શકું છું કે જ્યારે વિમાન લેન્ડ થવાનું હતું, ત્યારે તે મૂળ જગ્યાએ ના ઉતર્યું અને વિમાન રનવેની બાજુથી ભટકી ગયું હતું. વિમાનને રોકવા માટે બ્રેક પણ લગાવવામાં આવી હતી. અમારે વિમાનમાં 20-25 મિનિટ વધુ રોકવું પડ્યું હતું’ અત્યારે તમામ 44 મુસાફર સુરક્ષિત હોવાનું શિમલા એરપોર્ટે જણાવ્યું હતું.