Tamilnadu માં ચાલી રહેલા ભાષા વિવાદમાં કમલ હાસને પણ ઝંપલાવ્યું, ભાજપ પર કર્યો પ્રહાર

નવી દિલ્હી : તમિલનાડુમાં(Tamilnadu)ચાલી રહેલા ભાષા વિવાદને પગલે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે અભિનેતા અને નેતા કમલ હાસને પણ ઝંપલાવ્યું છે. જેમાં કમલા હાસને ભાજપ પર તમિલનાડુ સહિત દક્ષિણના રાજ્યો પર હિન્દી ભાષાને લાદવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે ભાજપ સીમાંકન દ્વારા હિન્દી બેલ્ટના હિતોને પ્રોત્સાહન આપી રહ્યું છે. કમલ હાસને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો અને કહ્યું કે તેઓ હિંદિયા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આપણ વાંચો: ખડગેનાં વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપે આપી પ્રતિક્રિયા, કહ્યું નફરતની ભાષા…
નિર્ણય સંઘીય સિદ્ધાંતો વિરુદ્ધ અને બિનજરૂરી
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપનારા મક્કલ નીધી મૈયમ ના પ્રમુખ કમલ હાસને સીમાંકન અંગે કહ્યું કે આવો કોઈપણ નિર્ણય બિન-હિન્દી ભાષી રાજ્યોના હિતમાં નહીં હોય. નવી શિક્ષણ નીતિ હેઠળ ત્રિભાષાના સૂત્ર અંગે તેમણે કહ્યું, ‘તેઓ હિંદીયા બનાવી રહ્યા છે.
કેન્દ્ર દ્વારા લેવામાં આવેલ કોઈપણ નિર્ણય બિન-હિન્દી ભાષી રાજ્યોના પક્ષમાં નહિ હોય. આ નિર્ણય સંઘીય સિદ્ધાંતોની વિરુદ્ધ અને બિનજરૂરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)હેઠળ ત્રણ-ભાષાના નિયમ અંગે આ નિવેદન આપ્યું હતું.
આપણ વાંચો: કર્ણાટકમાં ભડક્યો ભાષાવિવાદ, વિરોધકર્તાઓએ અંગ્રેજી સાઇનબોર્ડ તોડી પાડ્યા..
કમલ હાસને સીમાંકનને બિનજરૂરી ગણાવ્યું
આ ઉપરાંત કમલ હાસને પ્રસ્તાવિત સીમાંકન અંગે કહ્યું કે લોકસભા અને રાજ્યસભામાં સાંસદોની સંખ્યામાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું, તેઓ એવી વસ્તુનું સમારકામ કેમ કરી રહ્યા છે જે તૂટેલી નથી.
તેઓ લોકશાહીને રિપેરીંગ માટે વર્કશોપમાં કેમ મોકલી રહ્યા છો. તમિલનાડુના શાસક પક્ષ ડીએમકેને ચિંતા છે કે વસ્તીના આધારે સીમાંકનથી દક્ષિણના રાજ્યોની સંસદમાં શક્તિ ગુમાવશે અને તેમની બેઠકો ઓછી થશે.