મુસ્લિમ પરિવારની ખુશ્બુને પિતાએ જ બનાવેલી હવસનો શિકાર, હવે ભાજપે સોંપી મહત્વની જવાબદારી | મુંબઈ સમાચાર

મુસ્લિમ પરિવારની ખુશ્બુને પિતાએ જ બનાવેલી હવસનો શિકાર, હવે ભાજપે સોંપી મહત્વની જવાબદારી

ચેન્નઈ, તમિલનાડુઃ ભારતીય જનતા પાર્ટીએ ખુશ્બુ સુંદરને તમિલનાડુના ઉપપ્રમુખની જવાબદારી આપી છે. ખુશ્બુ સુંદર પહેલેથી જ બીજેપીમાં સામેલ નહોતા. આ પહેલા તેઓ ડીએમકે અને કોંગ્રેસ પાર્ટી સાથે પણ કામ કરી ચૂક્યાં છે. એટલું જ નહીં પરંતુ બાળપણમાં પોતે જાતીય સતામણીને શિકાર પણ બનેલા છે. જેમની પાસે એક સમય ખાવા માટે પણ રૂપિયા નહોતા અને પિતા સાથે પણ નાતો તોડી નાખ્યો હતો તે ખુશ્બુ સુંદર અત્યારે તમિલનાડુનો ખૂબ જ પ્રસિદ્ધ રાજનેતા બની ગયા છે. રાજકીય ક્ષેત્રમાં પણ ખુશ્બુ સુંદર સારી એવી ઓળખ બનાવી દીધી છે. તો ચાલો ખુશ્બુ સુંદર વિશે જાણીએ….

આ ફિલ્મોથી ખુશ્બુ સુંદરે પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી

ખુશ્બુ સુંદર એક ભારતીય અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે. આ અભિનેત્રીનો જન્મ 29ની સપ્ટેમ્બર 1970માં મુંબઈના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. ખુશ્બુ સુંદરનું જન્મ વખતનું નામ નખત ખાન હતું. જ્યારે લગ્ન બાદ પોતાનું નામ બદલીને બદલી દીધું હતું. આ અભિનેત્રીએ બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત પ્રખ્યાત ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ (1980) થી કરી હતી. એટલું જ નહીં પરંતુ ‘નસીબ’, ‘લાવારિસ’, ‘કાલિયા’ અને ‘દર્દ કા રિશ્તા’ જેવી હિટ ફિલ્મોમાં પણ તેણે કામ કર્યું છે.

પોતાની દીકરીને નામ પ્રોડક્શન હાઉસ ખોલ્યું

અભિનેત્રીએ 2000માં ફિલ્મ અભિનેત્રા, નિર્દેશક અને નિર્માતા વિનયગર સુંદર વેલ ઉર્ફે સુંદર સીથી લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેમને અવંતિકા અને આનંદિત નામની બે દીકરીઓ પણ છે. પોતાની દીકરીને નામ પર તેમણે અવની સિનેમેક્સ નામનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. આ અભિનેત્રીએ હિંદી સાથે તેલુગુ, કન્નડ, મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ખુશ્બુ સુંદરે કુલ 150 કરતા પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

ખુશ્બુ સુંદરે રાજકીય સફર ક્યારે શરૂ કરી?

ખુશ્બુ સુંદર સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. 2018માં તેઓ એક ટ્વીટ પોસ્ટના કારણે વિવાદમાં આવ્યાં હતાં. રાજનીતિના વાત કરવામાં આવે તો, ખુશ્બુ સુંદરે 2010માં ડીએમકે પાર્ટીથી પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. ચાર વર્ષ સુધી ડીએમકે પાર્ટીમાં કામ કર્યાં બાદ 2014માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. સોનિયા ગાંધીને મળ્યાં બાદ તેમણે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસ પાર્ટી સાથે તેણે છ વર્ષ સુધી કામ કર્યું હતું. પછી જ્યારે પીએમ મોદીને મળ્યાં ત્યારબાદ 2020માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અત્યારે બીજેપીએ તેમને તમિલનાડુના ઉપપ્રમુખ બન્યાં છે.

બાળપણમાં જાતીય સતામણીને શિકાર બન્યા હતા ખુશ્બુ સુંદર!

ખુશ્બુ સુંદરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેઓ બાળપણમાં જાતીય સતામણીને શિકાર બનેલા છે. જ્યારે તેઓ માત્ર 8 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ જ તેમનું જાતીય શોષણ કર્યું હતું. ખુશ્બુ સુંદરે કહ્યું હતું કે, ‘હું ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ છે, લાંબા સમય સુધી આવું થયું હતું. 8 વર્ષથી લઈને 15 વર્ષની થઈ ત્યાર સુધી મારી સાથે આવું થયું હતું. હું ક્યારેય તેમને માફ નહીં કરૂ!’ વધુમાં કહ્યું હતું કે, જ્યારે કોઈ બાળકી સાથે જાતીય શોષણ થાય છે ત્યારે તે તેને જીવનભર યાદ રહે છે. મારી સાથે જ્યારે જાતીય શોષણ થયું ત્યારે હું માત્ર 8 વર્ષની હતી અને હું જ્યારે 15 વર્ષની થઈ ત્યારે હું તેમની સામે બોલવાની હિંમત કરી શકી હતી’.

આપણ વાંચો:  દક્ષિણ ભારતમાં જેનાં મંદિર બન્યાં એ એક્ટ્રેસને ભાજપે બનાવી વાઈસ પ્રેસિડેન્ટ, કોણ છે આ મુસ્લિમ એક્ટ્રેસ ?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button