દક્ષિણ ભારતમાં જેનાં મંદિર બન્યાં એ એક્ટ્રેસને ભાજપે બનાવી વાઈસ પ્રેસિડેન્ટ, કોણ છે આ મુસ્લિમ એક્ટ્રેસ ? | મુંબઈ સમાચાર

દક્ષિણ ભારતમાં જેનાં મંદિર બન્યાં એ એક્ટ્રેસને ભાજપે બનાવી વાઈસ પ્રેસિડેન્ટ, કોણ છે આ મુસ્લિમ એક્ટ્રેસ ?

ચેન્નઈ, તમિલનાડુઃ ભારતીય જનતા પાર્ટી દરેક રાજ્યમાં પોતાને મજબૂત કરવા માટે પ્રયત્ન કરી રહી છે. એટલા જ તે એવા વ્યક્તિની પસંદગી કરે છે જે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં વધારે જોડી શકે. અત્યારે ભાજપ અનેક રાજ્યોમાં પોતાના નવા પ્રદેશ પ્રમુખોના નામની જાહેરાત કરે છે. અત્યારે તમિલનાડુમાં ભાજપે એક અભિનેત્રી અને રાજનેતા એવી ખુશ્બુ સુંદરને ઉપાધ્યક્ષ બનાવી છે. તમિલનાડુમાં ભાજપ ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થતા ખુશ્બુએ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો.

હું અત્યારે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છુંઃ ખુશ્બુ સુંદર

ખુશ્બુ સુંદરે કહ્યું કે, ‘હું અત્યારે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું, પાર્ટી અને વરિષ્ઠ નેતાઓએ મારે પર જે વિશ્વાસ મુક્યો છે તેના માટે પણ હું દરેકનો આભાર માનું છે’. ખુશ્બ હવે પોતાના વિસ્તારમાં વધારેમાં વધારે લોકો પાર્ટીમાં જોડાય અને પાર્ટી મજબૂત થાય તેવા પ્રયત્નો કરશે. વધુમાં કહ્યું કે, ‘અમારે લોકો અને મતદાતાઓ સુધી જેટલું થઈ શકે એટલું વધારે પહોંચવાનું છે. તેના માટે ઘરે-ઘરે જઈને પ્રચાર કરવો પડશે. અમે મતદાતાઓને વ્યક્તિગત રીતે મળીને વડા પ્રધાન અને ભાજપની જે ખુબીઓ છે તેના વિશે જણાવીશું’.

ભાજપ અને એઆઈએડીએમકે વિશે શું બોલ્યા ખુશ્બુ સુંદર?

ભાજપ અને એઆઈએડીએમકે વચ્ચેના જોડાણ અંગે ખુશ્બુ સુંદરે કહ્યું કે બંને પક્ષો વચ્ચે હંમેશા સૌહાર્દપૂર્ણ સંબંધ રહ્યો છે. આ બાબતે ખુશ્બુ સુંદરે વધુમાં કહ્યું કે, ‘અમે ખુશ છીએ કે અમારી પાસે ચૂંટણી લડવા માટે એઆઈએડીએમકે જેવો સાથી પક્ષ છે’. મૂળવાત એ છે કે, પોતાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવતા ખુશ્બુ સુંદર ખુશ જોવા મળ્યાં અને પાર્ટી માટે કામ કરવા માટે ઉત્સાહિત જોવા મળ્યા છે. જો કે, ગઠબંધન વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું કે, ‘આ મામલે પાર્ટીના પ્રમુખ અને વરિષ્ઠ નેતાઓ જ નિર્ણય લેશે’.

પાર્ટીએ કેશવ વિનાયકનને તમિલનાડુના મહાસચિન બનાવ્યાં

ભારતીય જનતા પાર્ટીએ 14 ઉપપ્રમુખના નામ જાહેર કર્યાં છે. જેમાં ખુશ્બુ સુંદર, શશિકલા પુષ્પા, એમ ચક્રવતી, વીવી દુરઈસાઈ, કારૂ નાગરાજન, પી કનાગસાબાપતિ અને આરસી પોલ કનાગરાજનું નામ સામેલ છે. આ સાથે કેશવ વિનાયકનને ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુના મહાસચિન બનાવ્યાં છે. નારાયણન તિરૂપતિને પ્રવક્તા બનાવાવમાં આવ્યાં છે. ખુશ્બુ સુંદરની વાત કરવામાં આવે તો, તેઓ પહેલા રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રહેલા છે, પરંતુ પછી તેમણે રાજીનામું આપી દીધું હતું. હવે તેમને ઉપુપ્રમુખ બનાવવામાં આવ્યાં છે.

આપણ વાંચો:  ગુજરાત સહિત 4 રાજ્યોના કારણે અટકી છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી, ક્યાં સુધીમાં નક્કી થશે નવા પ્રમુખ ?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button