પાકિસ્તાનના જિયો ન્યૂઝએ શનિવારે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યુ કે પૂર્વ ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિક સાથે છૂટાછેડા (તલાક) લઈ લીધા છે. આ સમાચાર ત્યારે બહાર આવ્યા જ્યારે, શોએબ માલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે તેના ત્રીજા લગ્નની ઘોષણા કરી હતી.
સૂત્રોની જો માનીએ તો તેવું કહેવામા આવે છે કે કથિત રીતે પૂર્વ ક્રિકેટર શોએબ માલીકનું અન્ય મહિલાઓ સાથે હળવું-મળવું સાનિયાને પસંદ ન હતું. 37 વર્ષીય પૂર્વ ટેનિસ પ્લેયરે આ બાબતને લઈને પોતાની ધીરજ ગુમાવી અને તેને આ પગલું ભર્યું છે.
આ અગાઉ પણ મલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે તેના ત્રીજા લગ્નની જાહેરાત કરી હતી. અને તેના મેનેજરે પણ ટ્વિટર પર આ લગ્નની પુષ્ટિ કરી હતી.
જ્યારે લગ્નને લઈને સાનિયા મિર્ઝાએ પણ એક ઈમોશનલ સ્ટોરી પોસ્ટ કરી હતી. જે અંગ્રેજી ભાષામાં હતી. જેમાં તેને લખ્યું હતું કે, “લગ્ન મુશ્કેલ (હાર્ડ) છે. છૂટાછેડા મુશ્કેલ છે. તમારી મુશ્કેલી પસંદ કરો. સ્થૂળતા મુશ્કેલ છે. ફિટ રહેવું મુશ્કેલ છે. તમારું હાર્ડ પસંદ કરો. દેવું મુશ્કેલ છે. આર્થિક રીતે ડિસિપ્લિન્ડ રહેવું મુશ્કેલ છે. તમારું હાર્ડ પસંદ કરો. કોમ્યુનિકેશન મુશ્કેલ છે. વાતચીત ન કરવી મુશ્કેલ છે. તમારી હાર્ડ પસંદ કરો. જીવન ક્યારેય સરળ રહેશે નહીં. તે હંમેશા મુશ્કેલ રહેશે. પરંતુ અમે તમારું હાર્ડ પસંદ કરી શકો છો. સમજદારીથી પસંદ કરો (sic),”