અનિરૂધ્ધાચાર્યનું વિવાદાસ્પદ નિવેદનઃ લિવ-ઈનમાં તો કૂતરાં-બિલાડાં રહે…

નવી દિલ્હીઃ પ્રસિદ્ધ કથાવાચક અનિરૂદ્ધાચાર્ય મહારાજ પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. કથા દરમિયાન તેઓ ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે. અત્યારે ફરી એક આવું જ નિવેદન આપ્યું છે. કુતરાઓ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેની વચ્ચે અનિરૂદ્ધાચાર્ચે પણ વિવાદિત વાત કરી છે. લિવ-ઈનમાં રહેતા લોકો માટે એક નિવેદન આપ્યું છે તેને લઇને વિવાદ શરૂ થયો છે. કથાવાચક અનિરૂદ્ધાચાર્યનું કહેવું છે કે, લિવ-ઈનમાં રહેતું એ કુતારીઓની પ્રકૃતિ છે, જે આ પણે હજારો વર્ષોથી જોતા આવ્યાં છીએ.
ભારતમાં હજારો વર્ષોથી કુતરાઓ લિવ-ઈનમાં રહેતા આવ્યાં છેઃ આચાર્ય
અનિરૂદ્ધાચાર્યનું કહેવું છે કે, લિવ-ઇનમાં કુતરા અને બિલાડીઓ રહે છે. આપણા દેશમાં હજારો વર્ષોથી કુતરાઓ લિવ-ઈનમાં રહેતા આવ્યાં છે. લિવ-ઈન મામલે જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેને લઈને સોશિયલ મીડિયામા અનિરૂદ્ધાચાર્યની ખૂબ જ આલોચનાઓ થઈ રહી છે. કેટલાક લોકો અનિરૂદ્ધાચાર્ચને આવી વાતો ના કરવાની સલાહ આપી રહ્યાં છે, જ્યારે કેટલાક લોકો સપોર્ટ પણ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં હંમેશા બે પ્રકાન લોકો હોય છે, અનિરૂદ્ધાચાર્યના નિવેદન મામલે પણ મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
અનિરૂદ્ધાચાર્યે છોકરીઓને લગ્ન મામલે પણ કરી હતી ટિપ્પણી
મહત્વની વાત એ છે કે, કથાવાચક અનિરૂદ્ધાચાર્ય છોકરા-છોકરીના ચરિત્ર, સમાજમાં ફેલાતી અશ્લીલતા મામલે તેઓ પોતાના વિચાર કથા દરમિયાન જ કહી દેતા હોય છે. આ પહેલા પણ તેઓ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યાં છે. વિશ્વભરમાં અનિરૂદ્ધાચાર્યના લાખો ભક્તો છે. એટલું જ નહીં પરંતુ કથાવાચક અનિરૂદ્ધાચાર્યને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ સાંભળવામાં આવે છે. કથાવાચક અનિરૂદ્ધાચાર્યે થોડા સમય પહેલા છોકરીઓને લગ્ન મામલે ટિપ્પણી કરી હતી. પહેલા લગ્ન પર અને હવે લિવ-ઇનમાં રહેવા પર ટિપ્પણી કરી હોવાથી તે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.
ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા કથાવાચક અનિરૂદ્ધાચાર્ય
કથાવાચક અનિરૂદ્ધાચાર્યે થોડા સમય પહેલા કહ્યું હતું કે, છોકરીઓના લગ્ન 18 વર્ષ પહેલા જ કરાવી દેવા જોઈએ. કથાવાચક અનિરૂદ્ધાચાર્ય દ્વારા અનેક વખત આવા નિવેદનો આપવામાં આવ્યાં છે. જો કે, અત્યારે આપેલા નિવેદનના કારણે કથાવાચક અનિરૂદ્ધાચાર્યનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો