
નવી દિલ્હી: યુએસમાં ભારતથી આયાત થતી પ્રોડક્ટ્સ પર ટેરીફ લાદવામાં આવ્યા બાદ ભારત સરકાર લોકોને સ્વદેશી પ્રોડક્ટ્સ ખરીદવા માટે સતત અપીલ કરી રહી છે, ખાસ કરીને યુએસની કંપનીઓ જેવી જ સર્વિસ પ્રદાન કરતી કંપનીઓને પ્રમોટ કરવામાં આવી રહી છે.
ભારતના રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ(Ashwini Vaishnaw)એ લોકોને અમેરિકન કંપની ગૂગલની ઈમેઈલ સર્વિસને બદલે ભારતીય કંપની ઝોહોની સર્વિસનો ઉપયોગ કરવા સલાહ આપી હતી, તેમણે પોતે પણ તેમની ઓફીસનું તમામ કામકાજ ઝોહો પર શિફ્ટ કર્યું હતું, હવે તેમણે ભારતમાં વિકસિત વધુ એક સર્વિસનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
ભારત સરકાર તરફથી મેપલ્સ(Mappls) નામની ભારતમાં વિકસિત સ્વદેશી નેવિગેશન સર્વિસને સમર્થન મળી રહ્યું છે, જેનાથી સ્વીદેશી અભિયાનને વધુ વેગ મળે. અશ્વિની વૈષ્ણવે એક વિડીયો શેર કર્યો હતો, જેમાં જોવા મળે છે કે તેઓ તેમની કારમાં નેવિગેશન માટે Mappls એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. Mapplsને નેવિગેશન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સર્વિસ ગૂગલ મેપ્સનાં વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે.
‘….એક વાર અજમાવવી જ જોઈએ’
અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો શેર કર્યો છે, એમાં તેઓ મેપલ્સ એપના ફીચર્સ અજમાવતા જોવા મળે છે. Mappls ડિજિટલ મેપ અને જીઓસ્પેશિયલ ટેકનોલોજી કંપની મેપમાય ઇન્ડિયા (Mapmy India) ડેવલોપ કરવામાં આવી છે. X પરના વિડીયોમાં અશ્વિની વૈષ્ણવે લખ્યું, ” મેપમી ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી સ્વદેશી ‘મેપલ્સ’, સારા ફીચર્સ છે… અજમાવવી જ જોઈએ,”
ગૂગલ મેપ્સમાં છે ખામીઓ:
રસ્તો શોધવા માટે ગૂગલ મેપ્સ સામાન્ય રીતે રીતે ઉપયોગમાં લેવાતી સર્વિસ છે, લગભગ દરેકના ફોનમાં ગૂગલ મેપ્સ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરેલી હોય જ છે. પરંતુ અવારનવાર એવા કિસ્સાઓ જાણવા મળે છે કે ગૂગલ મેપ્સે બતાવેલા રાસ્તા પર ચાલતા યુઝર્સ મુશ્કેલીમાં ફસાઈ ગયા અથવા કોઈ ખોટા માર્ગે ચડી ગયા.
નવેમ્બર 2024 માં ઉત્તર પ્રદેશમાં એક ગંભીર બનાવ બનવ્યો હતો, જેમાં ગૂગલ મેપ્સે અન્ડરકન્સ્ટ્રકશન પુલ પર રસ્તો બતાવતા એક કારનો અકસ્માત થયો હતો, જેમાં ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો હતો.
મેપલ્સ બની શકે છે ગૂગલ મેપ્સનો વિકલ્પ:
મેપલ્સ દાવો કરે છે કે જ્યારે પણ રસ્તામાં આગળ કોઈ પુલ હશે, ત્યારે યુઝર્સ થ્રી ડામેન્શન જંકશન વ્યૂ બતાવશે, જેથી કોઈપણ ભૂલ ના થાય. મેપલ્સ અલગ અલગ પ્રકારના ઘણા ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. તેનું ઇન્ટરફેસ પણ સરળ અને ક્લીન છે, જેથી નેવિગેશન સરળ બને છે.
આ સ્પેશિયલ ફીચર્સ મળશે:
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ એપ બહુમાળી ઇમારતોમાં માટે પણ સ્પેશીયલ સર્વિસ આપે છે. મેપલ્સ યુઝર્સને ક્યા માળ સુધી કેવી રીતે પહોંચવું એ માહિતી આપે છે.
સૌથી મહત્વની વાત એ છે કે તમામ મેપ ડેટા અને યુઝર્સ ઇન્ફોર્મેશન ભારતમાં જ સ્ટોર કરવામાં આવી છે. વિદેશીમાં સ્ટોર ડેટા અંગે પ્રાઈવસી અંગે ચિતા ઉભી થઇ છે, ત્યારે આ મહત્વનો મુદ્દો છે.
અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું કે મેપલ્સનો ભારતીય રેલ્વેમાં પણ મહત્વનો ઉપયોગ થઇ શકે છે. એવા પણ અહેવાલ છે કે રેલ્વે મંત્રાલય નેવિગેશન માટે મેપલ્સ સાથે એમઓયુ સાઈન કરી શકે છે.
આ પણ વાંચો…સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ…