નેશનલ

Los Angeles Wildfire મુદ્દે પોલીસે કરી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

લોસ એન્જલસ: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના જંગલમાં લાગેલી આગનાં (Los Angeles Wildfire) લીધે ભારે તબાહી મચી ગઈ છે. ઇતિહાસમાં પહેલાં ક્યારેય ન જોયેલી ઘટનાના સ્થાનિકો સાક્ષી બન્યા છે.

આગને કારણે લોસ એન્જલસ શહેરનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. આગમાં મોટી સંખ્યામાં ઘરો, શાળાઓ અને ધાર્મિક સ્થળો નાશ પામ્યા છે. હવે પોલીસે આ વિનાશ માટે જવાબદાર એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કર્યાના અહેવાલો મળી રહ્યા છે.

આપણ વાંચો: ચિલીના જંગલમાં લાગેલી આગમાં ત્રણ દિવસમાં 112 લોકોનાં મોત

એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

મીડિયાના અહેવાલો અનુસાર લોસ એન્જલસના વેસ્ટ હિલ્સ વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વેસ્ટ હિલ્સ વિસ્તારમાં થયેલા વિનાશક કેનેથ ફાયરની ઘટનામાં તેની ભૂમિકા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુરુવારે બપોરે લાગેલી આ આગમાં વિસ્તારમાં ભારે તબાહી મચી ગઈ છે અને તેનાથી આસપાસના ઘણા વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો.

આગ સાથેના સંબંધની પુષ્ટિ નહીં

આ કેસમાં જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે 30 વર્ષનો બેઘર માણસ છે. જોકે, પોલીસે ધરપકડ અને આગ વચ્ચેના જોડાણની કોઈ પુષ્ટિ કરી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં લોસ એન્જલસ કાઉન્ટીમાં પાંચ અલગ-અલગ આગ લાગી છે. આગની વિનાશકતા એટલી છે કે હજુ પણ તેના પર કાબુ મેળવવામાં સફળતા મળી નથી.

આપણ વાંચો: Diwali 2024 : દેશભરમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી, ફટાકડાના કારણે આગથી અનેક સ્થળોએ નુકસાન

28,000 એકર વિસ્તાર આગની ઝપેટમાં

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આગની ઘટનાને લોસ એન્જલસના ઇતિહાસમાં સૌથી વિનાશક આગ ગણાવી છે. આગની ઘટનાને કારણે હજારો લોકોએ પોતાના ઘર ખાલી કરી દીધા છે અને આ ખાલી કરાયેલા ઘરને લૂંટારુએ નિશાન બનાવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આગની ઝપેટમાં લગભગ 28,000 એકર વિસ્તારને લઇ લીધો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button