સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: બિહારમાં મતદાર યાદીમાંથી હટાવેલા 65 લાખ લોકોની વિગતો જાહેર કરવાનો આદેશ...

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: બિહારમાં મતદાર યાદીમાંથી હટાવેલા 65 લાખ લોકોની વિગતો જાહેર કરવાનો આદેશ…

નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા મુદ્દે રાજકીય હંગામો થયો છે. એટલે સુધી વિપક્ષી પાર્ટીના નેતાઓ ચૂંટણી પંચની સામે બાંયો ચઢાવીને રસ્તા પર ઉતર્યા હતા અને ગંભીર આરોપો પણ મૂક્યા હતા. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે.

જેના અંગે કેટલાક દિવસોથી સુનાવણી ચાલી રહી છે ત્યારે આજે કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતા મતદાર સુધારણા યાદીમાંથી રદ કરેલા નામની વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આજે બિહાર વોટર લિસ્ટ રિવિઝન (એસઆઈઆર)ની સુનાવણી હાથ ધરી હતી. ડ્રાફ્ટ લિસ્ટમાંથી 65 લાખ નામ હટાવવામાં આવ્યા હતા, જે અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 65 લાખ નામ હટાવવામાં આવ્યા, જેને શા માટે જાહેર કરવામાં આવ્યા નથી.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે એ નામની યાદી જાહેર કરવાનું જણાવ્યું ત્યારે તેની પ્રતિક્રિયા ચૂંટણી પંચે નામ જાહેર કરવાના આદેશ અંગે સમંત થયું હતું.

કોર્ટે કહ્યું હતું કે અમે ઈચ્છતા નથી કે નાગરિકોના અધિકારો રાજકીય પક્ષના કાર્યકર્તાઓ પર નિર્ભર રહે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે લોકોએ એ વાતની પણ નોંધ લીધી હશે કે ડ્રાફ્ટ રોલમાં મૃત અથવા જીવીત લોકો મુદ્દે ગંભીર વિવાદ છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું હતં કે આવા લોકોની ઓળખ કરવા માટે તમારી પાસે શું સિસ્ટમ છે?

જેનાથી પરિવારને જાણ થાય કે અમારા પરિવારના સભ્યન યાદીમાં મૃતક તરીકે સામેલ કર્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું તમે દૂર કરેલા નામની યાદી વેબસાઈટ પર મૂકો, જેથી લોકોને વાસ્તવમાં જાણ થાય. આધાર નંબર અથવા અન્ય જે દસ્તાવેજો નોંધવામાં આવ્યા હોય, ઈપીઆઈસી અને દૂર કરવાનું કારણ પણ સ્પષ્ટ જણાવો.

ચૂંટણી પંચે જણાવ્યું કે ઠીક છે અમે દરેક વિધાનસભાના વિસ્તારની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવીશું. ચૂંટણી પંચે કહ્યું દૂર કરેલા લોકોની વિગતો દરેક જિલ્લા સ્તરની યાદીમાં જારી કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે અમે લોકો બસ આ જાણકારી જાહેર કરવા ઈચ્છીએ છીએ.

પૂનમ દેવીના પરિવારને એ વાતની જાણ હોવી જોઈએ કે તેમનું નામ શા માટે હટાવવું જોઈએ, કારણ કે એમનું મૃત્યુ થયું છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે તમે આ બધું ક્યાં સુધીમાં કરી શકો છો. કોર્ટે તેના માટે 48 કલાકમાં કામ કરવાની ભલામણ કરીએ છીએ.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે 2003ની બિહાર મતદાર યાદીમાં સંશોધનનો વિચાર કરવા અંગેના દસ્તાવેજો અંગે જણાવો. જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી પંચે એ વાત જણાવે કે 2003ની કવાયતમાં ક્યા દસ્તાવેજો લીધા હતા.

અરજદારના વકીલ નિજામ પાશાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે જો પહેલી જાન્યુઆરી 2003ની તારીખ જાય તો તમામ બાબતની ખબર પડે. ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે મને બીજા પક્ષના વકીલના યોગદાન માટે સરાહના કરવી જોઈએ, જે ભવિષ્ય માટે સારી બાબત છે.

આ પણ વાંચો…બિહારમાં મતદાર યાદીમાં ગોટાળા પર ગોટાળાઃ એક પછી એક અજીબ કિસ્સા આવી રહ્યા છે બહાર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button