તોડી પાડવામાં આવેલી મસ્જિદની જમીન પર બનશે મહાકાલ મંદિર માટે પાર્કિંગ! સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી: મધ્ય પ્રદેશ સરકાર ઉજ્જૈનમાં આવેલા પ્રસિદ્ધ મહાકાલ મંદિરના પરિસરનો વિકાસ કરી રહી રહી છે, જાન્યુઆરી 2024 માં મંદિરની બાજુમાં આવેલી એક મસ્જીદને તોડી પાડીને ખાલી થયેલી જામીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું.
આ જામીન અધિગ્રહણને કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. હવે મધ્ય પ્રદેશ હાઈ કોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ આ અધિગ્રહણને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. હવે આ જમીન પર મંદિર માટે પાર્કિંગ સ્પેસ બનાવવામાં આવશે.
આ વર્ષે 11 જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશ હાઈ કોર્ટે મહાકાલ મંદિરની બાજુની જમીનના અધિગ્રહણને પડકારતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. હાઈ કોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે આ અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.

આપણ વાચો: વર્સોવામાં પાંચ ગેરકાયદે બિલ્ડિંગ સુધરાઈએ તોડી પાડી
200 વર્ષ જૂની મસ્જીદ તોડી પાડવામાં આવી!
દાવો કરવામાં આવ્યો હતો કે તકિયા મસ્જિદ લગભગ 200 વર્ષ પહેલાં બાંધવામાં આવી હતી. જેને તોડી પાડ્યા બાદ મહાકાલ લોક પરિષદ માટે પાર્કિંગ સ્પેસ બનવા રાજ્ય સરકારના અધિકારીઓએ જમીન અધિગ્રહણ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
આજે ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં અરજદાર વતી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે જમીન અધિગ્રહણની કાર્યવાહી શરૂ કરતા પહેલા તેની સામાજિક અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું.
કોર્ટે કહ્યું કે તમે ફક્ત કબજેદાર છો, અરજદાર જમીનના માલિક નથી. ત્યાર બાદ બેન્ચે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.
મસ્જિદના પુનર્નિર્માણની અરજી પણ ફગાવી:
મસ્જિદના પુનર્નિર્માણ માટે દિશાનિર્દેશો માંગતી એક અલગ અરજી પણ હાઈ કોર્ટે ફગાવી દીધી હતી, હાઈ કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ગત 7 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે આ અરજી પણ ફગાવી દીધી હતી.



