નેશનલ

ખાલિસ્તાની અમૃતપાલ સિંહના સાંસદ પદને સુપ્રીમની બહાલી: ખંડપીઠે ફગાવી અરજી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ કટ્ટરપંથી અમૃતપાલ સિંહની લોકસભા સાંસદ તરીકેની ચૂંટણી સામેની અરજી ફગાવી દીધી હતી. અમૃતપાલ સિંહ પંજાબના ખદુર સાહિબથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા છે. અમૃતપાલ હાલ આસામની દિબ્રુગઢ જેલમાં બંધ છે. અગાઉ અમૃતપાલ સિંહે NSA હેઠળ અટકાયતની અવધિ વધારવાના પંજાબ સરકારના નિર્ણયને પડકાર્યો હતો અને તેમની મુક્તિની માંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ પંજાબના ખડૂર સાહેબથી ચૂંટાયેલા સાંસદ કટ્ટરવાદી અમૃતપાલ સિંહના સાંસદ પદને પડકારતી અરજીને ફગાવી દીધી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વિ. વિશ્વનાથન ની ખંડપીઠની સમક્ષ કરાયેલી અરજીમાં દાવો કર્યો હતો કે બંધારણની કલમ 84માં સંસદના સભ્યપદની યોગ્યતા સબંધિત છે અને તે મુજબ જો કોઇ વ્યક્તિ ભારતનો નાગરિક નાથી રહેતો ત્યારે તે સાંસદ પદેથી ગેરલાયક ઠરે છે.

આ પણ વાંચો : સંસદની કાર્યવાહીમાં જ્યારે જયા બચ્ચન પર ભડકી ગયા સ્પીકર….

અરજદારે જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વિ. વિશ્વનાથન ની ખંડપીઠની સમક્ષ અરજી કરી હતી એક અમૃતપાલ સિંહ કથિત રીતે ભારતના બંધારણને વફાદાર નથી અને આથી તેનું સભ્યપદ ગેરલાયક ઠરવું જોઈએ. આ બાબતે કોર્ટે ચૂંટણી અરજી દાખલ કરવા જણાવ્યું હતું અને આરોપી તેના મતદાર વિસ્તારના નાગરિક પણ નથી અને તેણે આપેલા નિવેદનો પણ દુખદ છે.

અમૃતપાલ સિંહને 5 જુલાઈએ લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા માટે પેરોલ આપવામાં આવ્યો હતો. અમૃતપાલ સિંહ ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા છે અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કથિત ગુનાઓ માટે આસામના દિબ્રુગઢ જેલમાં બંધ છે. 31 વર્ષીય સિંહે જેલમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. અગાઉ અમૃતપાલ સિંહે NSA હેઠળ અટકાયતની અવધિ વધારવાના પંજાબ સરકારના નિર્ણયને પડકાર્યો હતો અને તેમની મુક્તિની માંગ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…