ભાજપ સાંસદે બાંગ્લાદેશના મુદ્દે વિપક્ષી નેતાઓના મૌન પર ઉઠાવ્યા સવાલ
શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ ભારે હિંસા વચ્ચે તેમણે દેશ છોડી દીધો હતો અને હાલમાં તેઓ ભારતમાં છે. સંસદમાં બાંગ્લાદેશ મુદ્દે ભારે બબાલ થઇ રહ્યો છે. ભાજપના સાંસદ બિષ્ણુ પદ રેએ બાંગ્લાદેશના મુદ્દે વિપક્ષી નેતાઓના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.
ભાજપના સાંસદ બિષ્ણુ પદ રેએ સંસદમાં બાંગ્લાદેશ મુદ્દે જણાવ્યું હતું કે ટીએસી, કૉંગ્રેસ, રાહુલ ગાંધી પણ બાંગ્લાદેશમાં લઘુમતીઓની હત્યા અંગે કંઇ બોલશે નહીં. 1946માં મારા પિતાએ પણ જીવ બચાવીને પાકિસ્તાનથી ભાગીને હાલના બાંગ્લાદેશ ગયા હતા. પછી ભાગીને આંદામાન ગયા હતા, પણ ટીએમસી, કૉંગ્રેસ આ મુદ્દે ચૂપ રહેશે. આજે તેઓ (વિપક્ષ) બાંગ્લાદેશી આવો, પાકિસ્તાની આવો કરે છે, કારણ કે એ તેમની વોટબેંક છે. બાંગ્લાદેશમાં લઘુમતિઓની હિંસા પર હવે તેઓ ચૂપ બેઠા છે. બાંગ્લાદેશ મુદ્દે ચર્ચા કરવાનું સૂચન કરતા તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ માત્ર વોટબેંકની રાજનીતિ કરે છે.
આ પણ વાંચો : સંસદની કાર્યવાહીમાં જ્યારે જયા બચ્ચન પર ભડકી ગયા સ્પીકર….
નોંધનીય છે કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. PM Modiએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર થયેલા હુમલા સામે અવાજ ઉઠાવતા મોહમ્મદ યુનુસને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા હતા. ગાઝા એર સ્ટ્રાઈકમાં મુસ્લિમ સમુદાયના લોકો માર્યા ગયા ત્યારે ખુલ્લેઆમ વિરોધ કરનારા રાહુલ ગાંધીએ બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો પર કંઈ કહ્યું ન હતું. રાહુલ ગાંધી જ નહીં, કોંગ્રેસના તમામ નેતાઓએ પણ એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટી ભાજપના ભાજપના સાંસદ બિષ્ણુ પદ રેના નિશાના પર આવી ગઈ હતી. ભાજપે પણ આ મુદ્દે કોંગ્રેસના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.