મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો | મુંબઈ સમાચાર

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો

નવી દિલ્હીઃ 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટના કેસમાં 12 લોકોને બોમ્બે હાઈકોર્ટે નિર્દોષ છોડી મૂક્યાં હતા. બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના હાઈકોર્ટના નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકારની અરજી પર આ નોટિસ જારી કરી છે.

સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂક્યો

કોર્ટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર આરોપીઓને નોટિસ પણ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર વચગાળાનો સ્ટે લગાવ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ સ્ટે આરોપીઓની જેલમાંથી મુક્તિ પર કોઈ અસર કરશે નહીં. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર સરકારે જેલમાંથી મુક્ત થયેલા આરોપીઓને પાછા મોકલવાની માંગણી કરી નથી.

આ ચુકાદો MCOCA કેસોમાં ટ્રાયલને અસર કરી શકે છેઃ મહારાષ્ટ્ર સરકાર

સુપ્રીમ કોર્ટે આ કેસમાં તમામ આરોપીઓને નોટિસ ફટકારી દીધી છે. મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેલા એસજી તુષાર મહેતાએ કહ્યું કે આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અમે એવું નથી કહી રહ્યા કે તમારે તેમને પાછા જેલમાં મોકલવા જોઈએ, પરંતુ આ નિર્ણયમાં આવી ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી છે જે અન્ય MCOCA કેસોમાં ટ્રાયલને અસર કરી શકે છે. દલીલો સાંભળ્યાં બાદ સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશના આ ભાગ પર સ્ટે મૂક્યો અને કહ્યું કે, ‘બોમ્બે હાઈકોર્ટનો આદેશ અન્ય કેસોમાં મિસાલ બનશે નહીં’.

મહારાષ્ટ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને હાઇકોર્ટના ચુકાદાની અસર પર રોક લગાવવા વિનંતી કરી હતી. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, બોમ્બે હાઈકોર્ટના ચુકાદામાં ચોક્કસ અવલોકનો હતા જે હાલમાં પેન્ડિંગ અન્ય MCOCA કેસ પર અસર કરી શકે છે. જેથી સ્ટે માટે માંગણી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટની ચુકાદ પર સ્ટે મૂકી દીધો છે.

આ પણ વાંચો…મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસઃ ફડણવીસે કહ્યું હાઈ કોર્ટના ચુકાદોને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button