સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને તતડાવ્યા, ચીને ભારતની જમીન પચાવી હોવાની ખબર તમને કઈ રીતે પડી ?

નવી દિલ્હી: વર્ષ 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારતીય સેના એક અધિકારીને ટાંકી નિવેદન આપ્યું હતું કે ચીને ભારતના 2,000 ચોરસ કિમી વિસ્તાર પર કબજો કરી લીધો છે. આ નિવેદન બદલ તેમની સામે માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેની સામે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ આરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યુ કે જો તમે સાચા દેશભક્ત હોત તો આવા નિવેદનો ના આપ્યા (Supreme court slams Rahul Gandhi) હોત.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એજી મસીહની બેન્ચે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ તેમના નિવેદન સામે નારાજગી દર્શાવી. બેન્ચે તેમને પૂછ્યું, “તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2,000 કિમી વિસ્તાર પર કબજો કર્યો છે?”
આ પણ વાંચો: ‘તો શું મહાત્મા ગાંધી અંગ્રેજોના સેવક હતાં?’ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપતા આવું કેમ કહ્યું?
રાહુલ ગાંધીના વકીલની દલીલ અને કોર્ટનો જવાબ:
રાહુલ ગાંધી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા છે. રાહુલ ગાંધીનો પક્ષ રાખતા સિંઘવીએ કહ્યુ કે જો વિપક્ષના નેતા મુદ્દા ના ઉઠાવી શકે તો એ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ હશે.
સિંઘવીની દલીલના જવાબમાં કોર્ટે યાદ કહ્યું કે આવા સંવેદનશીલ નિવેદનો સંસદમાં આપવા જોઈએ, જાહેર મંચ કે મીડિયા બ્રીફિંગમાં નહીં. જસ્ટિસ દત્તાએ કડક વલણ દાખવતા કહ્યું કે, ‘તમારે જે કહેવું હોય તે સંસદમાં કેમ નથી કહેતા? તમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ બધું કહેવું કેમ જરૂરી છે? કોઈ પુરાવા વિના આ નિવેદનો કેમ આપી રહ્યા છો? જ્યારે સરહદ સંઘર્ષ ચાલતો હોય ત્યારે જ આવા નિવેદનો આપવા કેમ જરૂરી છે? જો તમે સાચા ભારતીય હોત, તો તમે આ આવું નિવેદન ના આપ્યું હોત.’
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં રાહુલ, સોનિયા, પ્રિયંકા ગાંધી અને AAPની અરજીઓ પર કોર્ટે સુનવણી ટાળી…
જો કે સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીના વકીલ દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય કાયદાકીય મુદ્દાઓની તપાસ કરવા સંમત થઇ હતી. સિંઘવીએ દાવો કર્યો કે ટ્રાયલ કોર્ટનું સમન્સ તેમનો પક્ષ સાંભળ્યા વિઅના જાહેર કરવામાં આવ્યું હતું, સિંઘવીએ એમ પણ જણાવ્યું કે આ મુદ્દો હાઇકોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે આ દાવાની તપાસ માટે તૈયાર થઇ છે.
શું છે કેસ?
વર્ષ 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન રાજસ્થાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દરમિયાન રાહુલ ગાંધી નિવેદન આપ્યું હતું કે ચીન દ્વારા 2000 ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર કબજો કરવામાં આવ્યો છે અને ભારતીય સેના પર ચીનાના હુમકો કરવામાં આવ્યો છતાં ભારત સરકાર મૌન રહી.
જાન્યુઆરી 2023 માં જમ્મુ અને કાશ્મીરમાં રાહુલ ગાંધીએ ફરી કહ્યું કે ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓએ આ વિગતોની પુષ્ટિ કરી હતી.
બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ના નિવૃત્ત ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવએ રાહુલ ગાંધી સામે માનહાનનો દાવો કર્યો હતો. ઉત્તર પ્રદેશની એક સ્થાનિક કોર્ટે તેને સમન્સ પાઠવ્યું, આ કેસ રદ કરવા રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસમાં રદ કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં.