'ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ…’ ગાવું મતલબ વગરનું છે! સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આવું કેમ કહ્યું? | મુંબઈ સમાચાર
નેશનલ

‘ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ…’ ગાવું મતલબ વગરનું છે! સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: દેશની શાળાઓમાં લાખો વિદ્યાર્થીઓ ‘ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર..’ શ્લોક બોલીને અભ્યાસની શરૂઆત કરતા હોય છે. એવામાં એક સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ શ્લોક બોલવો મતલબ વગરનું હોવાનું કહ્યું. ગુજરાતમાં શિક્ષકોને આપવામાં આવતા ઓછા વેતન અંગે નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

ગુજરાત સરકારને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા આસિસ્ટન્ટ પ્રોફેસરોનો પગાર માત્ર 30,000 રૂપિયા છે, જ્યારે એડહોક અને રેગ્યુલર એસોસિયેટ પ્રોફેસરોનો પગાર રૂ.1.2 થી 1.4 લાખની વચ્ચે છે. જો શિક્ષકોને સન્માનજનક પગાર નથી મળી રહ્યો, ત્યારે ‘ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર’ ગાવાનું મતલબ વગરનું છે.

‘શિક્ષકો ભવિષ્યનું ઘડતર કરે છે…’

જસ્ટિસ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે, આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય ઘડનારા અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરનારા શિક્ષકો સાથે આવું વર્તન યોગ્ય નથી. શિક્ષકો કોઈપણ દેશની કરોડરજ્જુ જેવા હોય છે, તેઓ આપણા બાળકોને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે છે. શિક્ષક જ પોતાના વિચારો અને મૂલ્યો દ્વારા આ સમાજમાં પ્રગતિનો માર્ગ બતાવે છે.

બેન્ચે કહ્યું કહ્યું કે એ ખુબ ચિંતાની વાત છે કે સમાજમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં નથી આવી રહ્યું. જો શિક્ષકોને જ સન્માનજનક વેતન નહીં મળે, તો દેશમાં જ્ઞાન અને બૌદ્ધિકતાને યોગ્ય સ્થાન નહીં મળે.

ગુજરાત સરકારને ફટકાર:

ગુજરાત હાઈકોર્ટે ચુકાદામમાં સરકારને આ મામલે ‘સમાન કામ, સમાન પગાર’ ના સિદ્ધાંતનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, છેલ્લા બે દાયકાથી આસિસ્ટન્ટ પ્રોફેસરોને આટલો ઓછો પગાર આપવામાં આવી રહ્યો છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. કોર્ટને આપવામાં આપવામાં આવેલી જાણકારી મુજબ 2720 જગ્યાઓ ખાલી હતી જેમાંથી અત્યાર સુધી માત્ર 923 જગ્યાઓ કાયમી ધોરણે ભરવામાં આવી છે. શિક્ષકોના અભાવે શિક્ષણ કાર્ય પણ ખોરવાઈ રહ્યું છે. માહિતી અનુસાર, 158 એડહોક અને 902 કોન્ટ્રાક્ટ આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી કરવામાં આવી હતી. જ્યારે 737 જગ્યાઓ હજુ પણ ખાલી છે. કોર્ટે કહ્યું કે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ હોવા છતાં, શિક્ષકોને ફક્ત એડહોક અને કોન્ટ્રાક્ટ ધોરણે જ રાખવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટે કોસ્ટલ રોડ નજીક ફાયર સ્ટેશનના નિર્માણને મંજૂરી આપી…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button