ટોપ ન્યૂઝનેશનલ

સુપ્રીમ કોર્ટે EDને લગાવી ફટકાર, કહ્યું તમારી પાસેથી નિષ્પક્ષતાની અપેક્ષા, બદલો લેવાની નહીં

ગઈકાલે મની લોન્ડરિંગના કેસમાં બે ધરપકડોને રદ કરતી વખતે, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ને ઠપકો આપતા કહ્યું કે તપાસ એજન્સીઓએ બદલો લેવાની ભાવનાથી કામ ના કરવું જોઈએ, તેમણે ઉચ્ચ સ્તરની નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ગુરુગ્રામ સ્થિત રિયલ્ટી ગ્રૂપ M3Mના ડિરેક્ટર બસંત બંસલ અને પંકજ બંસલની ધરપકડને રદ કરી હતી.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે બંસલની ધરપકડને પડકારતી તેમની અરજી ફગાવી દીધી હતી, હાઈ કોર્ટના આદેશ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે અપલોડ કરેલા તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, EDની દરેક કાર્યવાહી પારદર્શક, ન્યાયી અને કાર્યવાહીમાં નિષ્પક્ષતાના વર્ષો જૂના ધોરણોને અનુસાર થાય એવોની અપેક્ષા છે. આ કેસમાં, તથ્યો દર્શાવે છે કે તપાસ એજન્સીએ તેના કાર્યો અને તેની શક્તિઓનો યોગ્ય ઉપયોગ કર્યો નથી.

ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, ઇડીની કાર્યવાહીમાં બદલો લેવાની ભાવનાની અપેક્ષા નથી. તેમણે કહ્યું કે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આરોપીની નિષ્ફળતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ માટે પૂરતું કારણ હોઈ શકે નહીં. EDએ એવું માનવા માટેનું ખાસ કારણ શોધવું જોઈએ કે આરોપી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળના ગુના માટે દોષિત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, સમન્સના જવાબમાં આપવામાં અસહયોગ એ કોઈની ધરપકડ કરવા માટે પૂરતું કારણ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button