ED રાજ્યના અધિકાર છીનવી રહી છે; સુપ્રીમ કોર્ટે EDને ફરી ફટકાર લગાવી…

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કાર્યવાહી પર વિપક્ષ સતત સવાલ ઉઠાવતું રહે છે, સુપ્રીમ કોર્ટ પણ ઘણી વાર EDને ફટકાર લગાવી ચુકી છે. આજે મંગળવારે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ સાથે સંકળાયેલા કથિત દારૂ કૌભાંડની તપાસ મામલે EDની ઝાટકણી કાઢી હતી.
માર્ચમાં કરાયેલા કરેલા બે દરોડા અંગે સુપ્રીમ કોર્ટે EDને છ મહિનામાં બીજી વખત ખુલાસો કરવા કહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે EDને પૂછ્યું, “સંઘીય માળખાનું શું થયું? શું તમે રાજ્ય સરકારનો તપાસ કરવાનો અધિકાર છીનવી નથી રહ્યા? જ્યારે પણ તમને શંકા થાય છે કે રાજ્ય ગુનાની તપાસ નથી કરી રહ્યું તો શું તમે જાતે જઈને તે કરી શકો છો?”
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ગવઈએ વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે, ” મેં છેલ્લા છ વર્ષમાં ED ની તપાસ ઘણા કેસ જોયા છે… પરંતુ હવે હું કંઈ કહેવા માંગતો નથી, નહીં તો મીડિયા દ્વારા ફરીથી રિપોર્ટ કરવામાં આવશે.”
વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને મુકુલ રોહતગીએ તમિલનાડુ સરકાર તરફથી કોર્ટમાં હાજર રહ્યા હતાં. EDએ રાજ્યની માલિકીને કંપની પર દરોડા પાડીને કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિકડિવાઈસ જપ્ત કાર્ય હતાં, જ્યારે કથિત ગુનાઓની તપાસ માટે પોલીસ કેસ પહેલાથી દાખલ કરવામાં આવેલા હતાં. બંને વકીલોએ EDની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા.
સિબ્બલે કહ્યું કે જ્યારે પહેલાથી જ FIR દાખલ કરેલી હતી, તેની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે (ED) વચ્ચે કેમ આવી રહી છે?”
ED વતી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ દલિલ કે જો રાજ્યએ પહેલાથી જ 47 પોલીસ કેસ દાખલ કર્યા હોય અને છતાં ભ્રષ્ટાચાર થતો રહેતો હોય, તો ED તપાસ કરી શકે છે.
આ સમયે મુખ્ય ન્યાયાધીશે પણ એસ.વી. રાજુને પૂછ્યું, “દેશના સંઘીય માળખાનું શું થયું? તમે વ્યક્તિઓ સામે કેસ નોંધી શકો છો… પણ કોર્પોરેશનો સામે કેવી રીતે? ED બધી મર્યાદાઓ વટાવી રહી છે! નોટિસ પાઠવો.”
ત્યારબાદ કોર્ટે EDને તેની તપાસ અસ્થાયી રૂપે બંધ રાખવા જણાવ્યું છે..
આ પણ વાંચો…મધ્યપ્રદેશ ઝેરી કફ સિરપ કેસમાં EDની એન્ટ્રી; શ્રીસન ફાર્માના પરિસરમાં દરોડા પડ્યા…