નેશનલ

‘હાઈકોર્ટમાં કંઈક ખોટું ચાલી રહ્યું છે!’ સુપ્રીમ કોર્ટે આ હાઈકોર્ટ સામે સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી: તમિલનાડુન કરુરમાં એક્ટર વિજયના પક્ષ તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ની રેલીમાં નાસભાગની ઘટનાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટમાં “કંઈક ખોટું ચાલી રહ્યું છે.” સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટ પાસેથી કેસોની યાદી અને સુનાવણી દરમિયાન પાલન કરવામાં આવતા નિયમો અંગે જવાબ માંગ્યો છે.

જસ્ટિસ જેકે મહેશ્વરી અને વિજય બિશ્નોઈની બેન્ચ કરુર નાસભાગ કેસની સુનાવણી કરી રહી હતી, જેમાં 41 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. મદ્રાસ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા રજૂ કરાયેલા અહેવાલની તપાસ કર્યા બાદ બેન્ચે શંકા વ્યક્ત કરી હતી, સુપ્રીમ કોર્ટે આ અહેવાલ ઓક્ટોબર મહિનામાં માંગ્યો હતો.

આ પણ વાંચો : પૂર્વ IPS સંજીવ ભટ્ટને મોટો ઝટકો: સુપ્રીમ કોર્ટે સજા રદ કરવાની અરજી ફગાવી, જાણો શું છે મામલો

મદ્રાસ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલના અહેવાલને ધ્યાનમાં લેતા, સુપ્રીમ કોર્ટની બેન્ચે ટિપ્પણી કરી: “હાઇકોર્ટમાં કંઈક ખોટું ચાલી રહ્યું છે. હાઇકોર્ટમાં જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી…”

સુપ્રીમ કોર્ટના સવાલ:

સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો કે કરુર મદુરાઈ બેન્ચના અધિકારક્ષેત્રમાં આવતું હોવા છતાં, હાઇકોર્ટની ચેન્નઈ બેન્ચ આ કેસની સુનાવણી કેવી રીતે કરી રહી છે?
સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા કે રાજકીય રેલીઓ માટે ગાઈડલાઈન્સ નક્કી કરવાની માંગતી અરજી માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ના તમામ સભ્યો તમિલનાડુ પોલીસ અધિકારીઓ કેવી રીતે હોઈ શકે? મદુરાઈ બેન્ચે તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે ચેન્નઈ બેન્ચે SIT દ્વારા તપાસનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે હાઇકોર્ટની બે બેન્ચ તરફથી વિરોધાભાસી આદેશો કેવી રીતે આપવામાં આવ્યા?

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે કહ્યું મંદિરના દાનમાં આવતા નાણાં ભગવાનના, બેંકો તેનો ઉપયોગ ના કરી શકે…

તમિલનાડુ સરકારની વિનંતી ફગાવી:

13 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય રસ્તોગીની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સમિતિ દ્વારા CBI તપાસનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો જતો.

તમિલનાડુ સરકારે ગયા અઠવાડિયે એક સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પોતાનો વિરોધ નોંધાવી શકે એ પહેલા જ સુપ્રીમ કોર્ટે આ કેસ CBIને ટ્રાન્સફર કરીને કુદરતી બ્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે.
આજે બેન્ચે તેના આ નિર્દેશો પર પુનર્વિચાર કરવાની તમિલનાડુ સરકારની વિનંતી ફગાવી દીધી હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button