લાલુ પ્રસાદ યાદવને ‘લેન્ડ ફોર જોબ’ કેસમાં સુપ્રીમ કોર્ટનો ઝટકો: નીચલી કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકવાનો ઇનકાર

નવી દિલ્હી: રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ‘ચારા ઘોટાલા કેસ’ને લઈને વિવાદમાં રહ્યા છે. 2024માં તેઓની સામે વધુ એક સ્કેમ કર્યાનો કેસ નોંધાયો હતો. તાજેતરમાં તેઓને પોતાના આ વધુ એક કેસને લઈને સુપ્રીમ કોર્ટમાંથી જાકારો મળ્યો છે. લાલુ પ્રસાદ યાદવ સામેના એક કેસને લઈને સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી અટકાવવાનો ઇનકાર કર્યો છે.
લેન્ડ ફોર જોબ કેસની સુપ્રીમ કોર્ટમાં અરજી
2004થી 2009 દરમિયાન ભારતમાં કૉંગ્રેસની સરકાર હતી. જેમાં લાલુ પ્રસાદ યાદવ રેલ પ્રધાન હતા. 2008થી 2009 દરમિયાન રેલવેમાં નોકરી આપવા માટે ઉમેદવારો પાસેથી જમીનનું હસ્તાંતરણ કરવાના આરોપસર લાલુ પ્રસાદ યાદવ સહિત અન્ય 16 લોકો વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2025માં સીબીઆઈને લાલુ પ્રસાદ યાદવ વિરૂદ્ધ કોર્ટમાં કેસ ચલાવવાની કેન્દ્ર પાસેથી મંજૂરી પણ મળી ગઈ હતી.
દિલ્હીની એક વિશેષ કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવ્યો હતો. ત્યારે લાલુ પ્રસાદ યાદવ દ્વારા લેન્ડ ફોર જોબ કેસની કોર્ટ ટ્રાયલ પર સ્ટે મૂકવાની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં શું કહ્યું?
બે ચીફ જસ્ટિસની ખંડપીઠે પોતાની સુનાવણીમાં જણાવ્યું કે, “નીચલી કોર્ટનો આરોપ નક્કી કરવો, હાઇ કોર્ટમાં પેન્ડિંગ પિટિશનના નિર્ણય પર નિર્ભર કરશે. નીચલી કોર્ટમાં આરોપ નક્કી થતા જ હાઇ કોર્ટની પેન્ડિંગ પિટિશન નકામી થઈ જશે.”
ઉલ્લેખનીય છે કે, 18 જુલાઈ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. લાલુ પ્રસાદ યાદવે દિલ્હી હાઈ કોર્ટમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકવાની પિટિશન દાખલ કરી હતી. દિલ્હી હાઈ કોર્ટે આ પિટિશન અંગે સુનાવણી કરીને નીચલી કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. જેથી લાલુ પ્રસાદ યાદવ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.
આપણ વાંચો : અમેરિકાનો ભારત પર 25 ટકા ટેરિફ, ટ્રમ્પની જાહેરાત