
નવી દિલ્હી: એક મહિલાને પૂછ્યા વગર તેના ફોટો ક્લિક કરવા અને વિડીયો શૂટ કરવાના આરોપી યુવકને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આપેલા એક ચુકાદામાં નિર્દોષ જાહેર હતો. આ દરમિયાન કોર્ટે અવલોકન કર્યું કે જો કોઈ મહિલા “ખાનગી પ્રવૃત્તિમાં”(Private Act) સંમેલ ન હોય ત્યારે તેની સંમતિ વગર તેના ફોટા ક્લિક કરવા અને તેનો વીડિયો શૂટ કરવો, એ ભારતીય દંડ સંહિતાની કલમ 354C હેઠળ ‘વોયુરિઝમ’ ના ગુના હેઠળ આવતું નથી.
અન્ય લોકોને કપડાં ઉતારવા, જાતીય પ્રવૃત્તિમાં સામેલ થતા અથવા અન્ય ખાનગી પ્રકારની પ્રવૃતિઓ કરતા ગુપ્ત રીતે જોવાની હરકતને “વોયુરિઝમ” કહેવામાં આવે છે. આ શબ્દ ફ્રેન્ચ શબ્દ “voyeur ” પરથી આવ્યો છે, જેનો અર્થ “નિરીક્ષક” થાય છે. સામાન્ય રીતે આ શબ્દ એવા પુરુષને લાગુ પડે છે, જે કોઈને ગુપ્ત રીતે મહિલાની ખાનગી બાબતો પર નજર રાખે છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહ અને મનમોહનની બેન્ચે એક આરોપીને છોડી મુક્યો હતો. ફરિયાદી મહિલાએ પુરુષ પર તેના ફોટા ક્લિક કરીને અને તેના મોબાઇલ ફોન પર વીડિયો શૂટ કરીને ડરાવવાનો આરોપ મુક્યો હતો.
શું છે મામલો?
કોલકાતાના સોલ્ટ લેકની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીની આ હરકતથી તેની પ્રાઈવસીને ખલેલ પહોંચી છે અને તેની માનહાની થઇ છે. આરોપી પુરુષ સામે વોયુરિઝમના ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2020 ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, FIRમાં ભારતીય દંડ સંહિતાની કલમ 341, 354C અને 506 જોડવામાં આવી હતી. મહિલાએ આરોપ મુક્યો હતો કે તેના મિત્ર અને કેટલાક કામદારો સાથે હતી પ્રોપર્ટીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ અક્ર્યો હતો, ત્યારે આરોપીઓએ સંમતિ વિના તેના ફોટોગ્રાફ્સ અને વીડિયો લીધા હતા. તપાસ બાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી.
કોલકાતા હાઈકોર્ટે ફોજદારી કેસને રદ કરવાનો આદેશ આપ્યો હતો, મહિલાએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય માન્ય રાખ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું,”એ સ્પષ્ટપણે સમજી શકાય છે કે ફોટા ક્લિક કરવા અને વીડિયો બનાવવાના આરોપને IPCની કલમ 354C ના અર્થમાં ગુનો ન કહી શકાય.”
સુપ્રીમ કોર્ટે ફોજદારી કેસ રદ કર્યો:
કોર્ટે કહ્યું કે કેસમાં વોયરિઝમના ગુનાનો સાબિત કરતા પુરાવા નથી, કારણ કે ફોટા ક્લિક કરવાના અથવા વીડિયો બનાવવાને કારણે અપીલકર્તાઓની પ્રાઈવસીને કોઈ ઠેસ પહોંચી નથી, કેમ કે એ સમયે મહિલા કોઈપણ ‘ખાનગી કૃત્ય’માં સામેલ નહોતી.
કોર્ટે નોંધ્યું કે આ FIR ફક્ત મિલકત માટે કૌટુંબિક વિવાદ અંગે છે. આ કેસમાં ફોજદારી કાર્યવાહીને બદલે સિવિલ કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો…આસારામના 6 મહિનાના જામીન રદ્દ કરાવવા દુષ્કર્મ પીડિતા સુપ્રીમ કોર્ટ પહોંચી



