
મુંબઈ: આજે ગુરુવારે શેર બજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું (Indian Stock market) હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) આજે 82,469.79 પર ખુલ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેર ગ્રીન સિગ્નલ પર અને 19 શેર રેડ સિગ્નલ પર ખુલ્યા હતાં. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી શરૂઆતના કારોબારમાં 38 પોઇન્ટના વધારા સાથે 25,236 પર ટ્રેન્ડ થયો હતો. બજાર ખુલતા જ નિફ્ટીના 50 શેરોમાંથી 26 ગ્રીન સિગ્નલ પર, 23 શેર રેડ સિગ્નલ પર અને એક શેર કોઈ ફેરફાર સાથે ટ્રેડ થતા હતા.
આ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો:
ગુરુવારે નિફ્ટી પેક શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.71 ટકા, શ્રીરામ ફાઇનાન્સમાં 1.18 ટકા, ટાટા સ્ટીલમાં 1.03 ટકા, ITCમાં 0.86 ટકા અને વિપ્રોમાં 0.61 ટકાનો વધારો જોવા મળ્યો હતો. Hero MotoCorpમાં 0.58 ટકા, HDFC લાઇફમાં 0.57 ટકા, કોલ ઇન્ડિયામાં 0.46 ટકા, નેસ્લે ઇન્ડિયામાં 0.46 ટકા અને SBI લાઇફમાં 0.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટોરલ ઇન્ડેક્સની સ્થિતિ:
નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.94 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.28 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.28 ટકા, નિફ્ટી હેલ્થકેર 0.15 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 0.29 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 0.94 ટકા, 0.94 ટકા નિફ્ટી મેટલમાં 0.72 ટકા, નિફ્ટી મીડિયામાં 0.15 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.15 ટકા, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસમાં 0.21 ટકા અને નિફ્ટી બેન્કમાં 0.24 ટકાનો વધારો જોવા મળ્યો.
આ ઉપરાંત નિફ્ટી ઓટોમાં 0.01 ટકા, નિફ્ટી આઈટીમાં 0.01 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.05 ટકા અને નિફ્ટી રિયલ્ટીમાં 0.13 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
Also Read –