વેપારશેર બજાર

નિફ્ટી ૧૪ દિવસની આગેકૂચને બ્રેક મારીને ૨૫,૨૦૦ની નીચે સરક્યો, સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટનું ગાબડું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બુધવારના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી નીચી સપાટીથી પાછાં ફર્યા હતા, પરંતુ શેરબજારની એકધારી તેજીને બ્રેક લાગી હતી. સત્રના અંતિમ કલાક સુધીમાં ૧૩ મુખ્ય ક્ષેત્રીય ઇન્ડેક્સમાંથી પાંચમાં તેજી જોવા મળી હતી. અમેરિકાના મેન્યુફેકચરિંગ ડેટા સતત પાંચમી વખત નબળા આવવાથી અમેરિકા સહિત એશિયાઇ બજારોમાં ઘબડકાના અહેવાલો પાછળ સાવચેતીના માનસ વચ્ચે રોકાણકારો રક્ષણાત્મક શેરો તરફ આકર્ષાયા હોવાથી ખાસ કરીને એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં નબળાઈએ બેન્ચમાર્કને નેગેટિવ ઝોનમાં ગોંધી રાખ્યો હતો.

સત્રને અંતે સેન્સેક્સ ૨૦૨.૮૦ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા ઘટીને ૮૨,૩૫૨.૬૪ પોઇન્ટના સ્તરે અને નિફ્ટી ૮૧.૧૦ પોઈન્ટ અથવા ૦.૩૨ ટકા ઘટીને ૨૫,૧૯૮.૭૦ની સપાટીએ સ્થિર થયો હતો. લગભગ ૧૮૫૨ શેર વધ્યા, ૧૯૩૫ શેર ઘટ્યા અને ૯૦ શેર યથાવત રહ્યાં હતાં. એશિયન પેઇન્ટ, હિંદ લીવર, અલ્ટ્રાટેક સિમેન્ટ, સનફાર્મા, રિલાયન્સ, એચડીએફસી બેન્ક, બજાજ ફિનસર્વ ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં, જ્યારે બીએસઇના ટોપ લુઝર્સ શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેન્ક, મારુતિ, આઇટીસી અને ટાટા મોટર્સ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતા.

પ્રાઇમરી માર્કેટમાં સારી હલચલ ચાલી રહી છે. ફ્લેક્સિબલ ઈન્ટરમીડિયેટ બલ્ક ક્ધટેનર્સ અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ પેકેજિંગ પ્રોડક્ટસ્નું ઉત્પાદન અને વેચાણ કરતી શ્રી તિરુપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ કંપની લિમિટેડ, આજે મૂડીબજારમાં રૂ. ૧૬૯.૬૫ કરોડના ભરણાં સાથે પ્રવેશ કરશે, પ્રાઈઝ બેન્ડ રૂ. ૭૮થી રૂ. ૮૩ નક્કી થઈ છે. લોટ સાઇઝ ૧૮૦ શેરની છે, જે બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે.

ઇકો મોબિલિટીનો શેર તેના રૂ. ૩૩૪ના ઇશ્યૂ ભાવ સામે ૧૭.૧૫ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૩૯૧.૩૦ના ભાવે લિસ્ટેડ થયા હતા અને સત્ર દરમિયાન ૩૬.૫૨ ટકા ઉછળી રૂ. ૪૫૬ સુધી પહોંચી અંતે ૩૨.૦૫ ટકાના સુધારે રૂ. ૪૪૧.૦૫ની સપાટીએ સ્થિર થયો હતો. ક્રોસ લિમિટેડ રૂ. ૫૦૦ કરોડના બુક બિલ્ટ ઈશ્યુ સાથે નવમી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૨૮થી રૂ. ૨૪૦ નક્કી થઇ છે. ભરણામાં ફ્રેશ ઇક્વિટીનો હિસ્સો રૂ. ૨૫૦ કરોડ અને ઓએફએસનો હિસ્સો રૂ. ૨૫૦ કરોડનો છે. ભરણું ૧૧મીએ બંધ થશે, શેરની ફાળવણી ૧૨ સપ્ટેમ્બરે ફાઇનલ થવાની ધારણા છે. બીએસઇ અને એનએસઇ પર ૧૬મીએ લિસ્ટિંગ થશે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ સોમવારે રૂ. ૬,૫૬૦ કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ડેમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડે બજાર નિયામિક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ ભરણું માત્ર ૩.૨ કરોડ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ છે, તેમાં ફ્રેશ ઇક્વિટીની ઓફર નથી.

ડો. રેડ્ડીઝ લેબ અને લ્યુપીને ઉત્પાદનના મુદ્દાને કારણે અમેરિકામાંથી પોતાના ઉત્પાદનો પાછાં ખેંચ્યા છે. વેસ્ટલાઇફ ફૂડવર્લ્ડ દ્વારા સંચાલિત મક ડોનાલ્ડ ઇન્ડિયાએ, સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રી હેઠળની ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિીટ્યૂટ, સીએસઆઇઆર સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટયૂટના સહયોગ સાથે મલ્ટી મિલેટ બન રજૂ કય્રું છે, જેમાં જુવાર, બાજરી, રાગી સહિતના ધાન્યો હોય છે.

સેન્ટર ફોર સાઇટ મહારાષ્ટ્રમાં નવ સેન્ટર સાથે વિસ્તરણ યોજના અંગર્તત આગળ વધી રહી છે અને આ જ દિશામાં લક્ષ્મી આઇ હોસ્પિટલ સાથે વ્યૂહાત્મક સહયોગ સાધ્યો છે. ઓપ્થેલ્મોલોજીનું દેશભરમાં નેટવર્ક ધરાવતી સેન્ટર ફોર સાઇટ હાલ ૧૫ રાજ્યમાં ૪૦ શહેરમાં ૮૨ સેન્ટર ધરાવે છે અને જેમાં ૩૫૦ નિષ્ણતા ડોકટર અને ૨૭૦૦ પ્રોફશનલ સ્ટાફ મારફત વર્ષે દસેક લાખ પેશન્ટની સારવાર થાય છે. એનબીએફસી ક્ષેત્રની અગ્રણી કંપની એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટે વાશીમાં ૧૦૦૦મી બ્રાન્ચ સાથે વિસ્તરણ કર્યું છે. કંપની ચાલુ નાણાકીય વર્ષમાં તેની એયુએમ રૂ. ૬૦,૦૦૦ કરોડ સુધી લઇ જવાનું લક્ષ્ય ધરાવે છે, જે ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. ૪૬,૫૦૦ કરોડના સ્તરે છે. કંપની અફોર્ડેબલ હાઉસિંગ સબ્સિડરી, ગૃહશક્તિની બ્રાન્ચ બમણી કરીને ટીઅર ટુ ટાઉન તથા અર્ધશહેરી વિસ્તારોમાં પોતાની હાજરી વધારવા માગે છે.

એનએસઇ પર એશિયન પેઇન્ટ્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, એચયુએલ, એપોલો હોસ્પિટલ્સ અને સન ફાર્મા ટોપ ગેઇનર્સમાં છે, જ્યારે વિપ્રો, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને એમએન્ડએમ ટોપ લુઝર્સ શેરોની યાદીમાં હતાં. સેક્ટોરલ મોરચે, એફએમસીજી, રિયલ્ટી અને ફાર્મા ૦.૫ ટકા વધ્યા હતા, જ્યારે ઓટો, બેન્ક, એનર્જી, આઈટી, મેટલ ૦.૪-૧ ટકા ઘટ્યા હતા. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ નજીવો નીચામાં બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ગ્રીન જોનમાં પહોંચ્યો હતો.

એકધારી તેજી બાદ બુધવારના સત્રમાં શેરબજારે સવારના સત્રમાં મંદીનો ઝટકો આપ્યો હતો, સત્રની શરૂઆતની ગણતરીની મિનિટોમાં રોકાણકારોના ત્રણ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું હતું. સેન્સેકસ ૫૭૬ પોઇન્ટ તૂટીને ૮૨,૦૦૦ની સપાટીની નીચેે અને નિફ્ટી ૧૯૩ પોઇન્ટના કડાકા સાથે ૨૫,૦૦૦ની નજીક આવી ગયો ત્યારે શેરબજારમાં લિસ્ટેડ શેરોના કુલ બજાર મૂલ્યમાં આ ધોવાણ નોંધાયું હતું.

Show More

Related Articles

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?