નેશનલ

તેલંગણામાં સ્ટેડિયમની દીવાલ ધસી પડતાં, ત્રણનાં મોત, 10 ઈજાગ્રસ્ત

તેલંગણાઃ તેલંગણા ખાતે આવેલા મોઈનાબાદમાં સ્ટેડિયમથી એક દુઃખી કરે એવા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર મોઈનાબાદ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલાં ઈનડોર બાંધકામ દરમિયાન દીવાલનો એક ભાગ ધસી પડતાં નાસભાગ થઈ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાની અને 10થી વધુ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે.

સાધનો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં આવેલા મોઈનાબાદ ગામમાં આ દુર્ઘટના બની હતી. અહીં એક ઈન્ડોર સ્ટેડિયમમાં બાંધકામ કામગીરી ચાલી રહી હતી એ સમયે નિર્માધીણ દીવાલનો એક ભાગ તૂટી જતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની માહિતી મળતાં જ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળ પરથી સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દીવાલના કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે ઈન્ડોર સ્ટેડિયમની દીવાલ ધરાશાયી થઈ છે, તે એક પ્રાઈવેટ સ્ટેડિયમ છે.

રાજેન્દ્રનગરના ડીએસપી જગદીપશ્વર રેડ્ડી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દુર્ઘટના સ્થળ પરના કાટમાળ નીચેથી એક મૃતદેહ બહાર કાઢવામાં રેસ્ક્યુ ટીમને સફળતા મળી છે, જ્યારે અન્ય મૃતદેહોને પણ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં ઈજા પામેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button