આઈપીએલઃ ધરમશાલામાંથી ખેલાડીઓને સ્પેશિયલ ટ્રેન દ્વારા મોકલવામાં આવશે દિલ્હી

ધરમશાલાઃ પાકિસ્તાન સાથેના યુદ્ધના વાતાવરણ વચ્ચે અહીં હિમાચલ પ્રદેશના ધરમશાલા શહેરમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની આઇપીએલ-મૅચ પાકિસ્તાનના હુમલાને પગલે પહેલાં અટકાવવામાં આવી હતી અને પછી રદ જાહેર કરાઈ હતી. સલામતીના કારણસર સ્ટેડિયમને તરત ખાલી કરવામાં આવ્યું હતું. આજે બંને ટીમોના ખેલાડીઓને સપોર્ટ સ્ટાફ તેમજ બ્રોડકાસ્ટિંગ ટીમના સભ્યોને આજે એટલે કે 9 મેના રોજ એક ખાસ ટ્રેન દ્વારા દિલ્હી મોકલવામાં આવશે.
ઉત્તર રેલવેના સીપીઆરઓએ માહિતી આપી
ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પંજાબ કિંગ્સ અને દિલ્હી કૅપિટલ્સ ટીમના ખેલાડીઓને 9 મેના રોજ દિલ્હી એક ખાસ ટ્રેન દ્વારા મોકલવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આ ટ્રેનનો સમય અને રૂટ જાહેર કરવામાં આવશે નહીં. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનનો ગભરાટ સ્પષ્ટપણે દેખાય છે. 8 મેના રોજ, પાકિસ્તાને ડ્રોન અને ફાઇટર જેટનો ઉપયોગ કરીને ભારત પર અનેક હુમલા કર્યા, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો.
આઈપીએલ પોઈન્ટ ટેબલ મુજબ, હાલ બંને ટીમોના ખાતામાં આ મેચને લઈ કોઈ પોઈન્ટ આપવામાં આવ્યા નથી. પંજાબ અને દિલ્હીની 11 મેચ જ છે. આ મેચ ફરીથી રમાડવામાં આવે તેવી શક્યતા છે.