ઇન્ટરનેશનલનેશનલ

G20 સમિટમાં PM Modi ઇટાલીના વડાપ્રધાન મેલોનીને મળ્યાં, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકા પહોંચ્યાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોહાનિસબર્ગમાં યોજાનારી G20 સમિટમાં પણ ભાગ લીધી છો. આ G20 સમિટમાં પીએમ મોદી ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે આ દરમિયાન પીએમ મોદી અન્ય પણ ઘણાં દેશાના પીએમ અને રાષ્ટ્રપતિને મળ્યાં છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ નાસરેક એક્સપો સેન્ટરમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

જોહાનિસબર્ગમાં યોજાઈ રહી છે G20ની 20મી સમિટ

મહત્વની વાત એ છે કે, આ વખતે G20ની 20મી સમિટ જોહાનિસબર્ગમાં થઈ રહી છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ આફ્રિકી દેશમાં G20નું આયોજન કરવામાં આવ્યું હોય. પીએમ નરેન્દ્ર મોદી મુલાકાત દરમિયાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને ભેટી પડ્યા હતાં. પીએમ મોદીએ જી20 સમિટના પહેલા સત્રમાં ભાષણ આપ્યું, જેમાં વૈશ્વિક પડકારો પર ભારતના દ્રષ્ટિકોણને રજૂ કર્યો હતાં.

પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થઈ

પીએમ મોદી જ્યારે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળ્યાં ત્યારે બંને નેતાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ, જળવાયુ પરિવર્તન અને વૈશ્વિક વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ મુલાકાત ભારત અને ઇટાલીના સંબંધોને વધારે મજબૂત કરી શકે તેવું લાગી રહ્યું છે. આ જી20 સમિત 23 નવેમ્બર એટલે કે આવતીકાલ સુધી ચાલવાનું છે. જેમાાં અનેક દેશાને પ્રધાનો આવ્યાં છે. જો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચાઈનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ સમિતમાં ભાગ લેવા માટે નથી આવ્યાં તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જી20 સમિટ ભારત માટે પણ અતિમહત્વપૂર્ણ

મળતી વિગતો પ્રમાણે આ G20 સમિટમાં મોદીએ ત્રણ પહેલ રજૂ કરી છે. જેમાં વૈશ્વિક પરંપરાગત જ્ઞાન ભંડાર, આફ્રિકન યુવાનો માટે કૌશલ્ય વિકાસ, તાલીમ અને રોજગારની તકો વધારવા માટેની યોજના અને ત્રીજુ કે, G20 સમિટ ડ્રગ્સ સામે કાર્યવાહી કરવા એકરૂપ થઈને કાર્ય કરે. G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા પણ કેટલાક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યાં હતા. આ જી20 સમિટ ભારત માટે પણ અતિમહત્વપૂર્ણ હોવાનું જાણવા મળ્યું છે. પહેલી વખતે આફ્રિકામાં યોજાઈ છે જેના કારણે તમામ આફ્રિકન દેશોમાં ભારતનું સન્માન વધ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button