પતિને મારાવાના એક નહીં આટલા પ્રયત્નો કર્યા હતા સોનમેઃ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા | મુંબઈ સમાચાર
નેશનલ

પતિને મારાવાના એક નહીં આટલા પ્રયત્નો કર્યા હતા સોનમેઃ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા

આખા દેશમાં ખળભળાટ મચાવનારા સોનમ રઘુવંશી કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં પોલીસે કરેલા ખુલાસા વધારે ચોંકાવી દે તેવા છે. સારી સારી ક્રાઈમ થ્રિલરને પણ પાછળ મૂકી દે તેવી આ ક્રાઈમ સ્ટોરી અમે તમારી સામે મૂકી રહ્યા છે. જાણો ક્યારે શું થયું અને કેવી રીતે થયું.

ઈન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી અને સોનમ બંને 11 મેના રોજ લગ્ન જીવનના તાતણે બંધાયા હતા. રઘુવંશી પરિવાર વાજતે ગાજતે પોતાની વહુને વિદા કરાવીને ઘરે આવ્યા. સોનમની હકિકતથી અજાણ પરિવારમાં હરખની હેલી છવાયેલી હતી. જે બાદ લગ્ન સંસારની શરૂઆત કરવા બંને મેઘાલય હનીમૂન પર ગયા હતા.

આપણ વાંચો: સોનમ રઘુવંશી કેસમાં નવો ખુલાસોઃ રાજ સાથેના પ્રેમની ખબર હતી ઘરના આ સભ્યને

પણ આ હનીમૂન પરિવારના લાડવાયા માટે છેલ્લી મુસાફરી બનવાની હતી એ ક્યાં કોઈ જાણતુ હતું. બીજી બાજુ એક પછી એક કાવતરામાં નિષ્ફળ થતી સોનમે જાણે પોતાના ઈરાદાને આ હનીમૂન પર અંજામ આપવાનું નક્કી લીધુ હતું.

રાજા અને સોનમ બંને લગ્નના 9 દિવસ બાદ મેઘાલય હનીમૂન માટે નીકળ્યા હતા. જ્યાં રાજા લગ્ન સંસાર આગળ ધપાવવાની આશાએ આવ્યો હતો. પણ કમનસીબે આ સંસારમાં આગ લગાડવા માટે સોનમે આખી ગેંગ ઊભી કરી પરિવારમાં માતમ વેરવાનું નક્કી કરી લીધું હતું. સોનમે પોતાના જ પ્રેમી સાથે મળી પોતાના જ પતીની હત્યાનું કાવતરુ ઘડ્યું અને પૂરુ પણ કર્યું.

પોલીસની ચાર્જસીટ પ્રમાણે રાજાની પત્ની સોનમ રઘુવંશી, મુખ્ય આરોપી છે, તેનો રાજ કુશવાહા સાથે પ્રેમસંબંધ હતો. લગ્ન બાદ પણ સોનમે આ સંબંધ ચાલુ રાખ્યો હતો.

આપણ વાંચો: રાજા રઘુવંશી હત્યા કેસ: સોનમના ગુમ થયેલા ઘરેણાંનું રહસ્ય અને સિલોમ જેમ્સની સંડોવણી

આ હનીમૂન પર ત્રણ વખત પોતાની પત્ની હત્યા કરવામાં નિષ્ફળ રહેલી સોનમે 23 મેના રોજ વેઈ સાવ ડોંહ ધોધ નજીક રાજા પર તલવારનો વાર કરી હત્યાને અંજામ આપ્યો હતો. સોનમની હાજરીમાં ભાડૂતી હત્યારાઓ વિશાલ સિંહ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીએ આ હત્યા કરી અને રાજાનો મૃતદેહ ખીણમાં ફેંકી દીધો.

કેસની ટાઈમલાઈન
11 મે: ઈન્દોરમાં રાજા અને સોનમના લગ્ન.
20 મે: હનીમૂન માટે શિલોંગ અને સોહરા પહોંચ્યા.
23 મે: નોંગરીયાત હોમસ્ટેમાંથી ચેકઆઉટ કરી વેઈ સાવ ડોંહ ધોધ નજીક રાજાની હત્યા કરી.
26 મે: દંપતી ગુમ થયાની જાણ પોલીસ સ્ટેશનમાં કરાઈ જે બાદ શોધખોળ શરૂ થઈ.
31 મે: સોહરાના ગોલ્ડન પોઈન્સ ઢાબા નજીક સ્કૂટર મળ્યું.
2 જૂન: આર્લિયાંગ રિયાત ખીણમાંથી રાજાનો મૃતદેહ મળ્યો.
8-11 જૂન: સોનમ, કુશવાહા અને ત્રણ હત્યારાઓની ધરપકડ.
22-25 જૂન: પુરાવા નષ્ટ કરવા બદલ ત્રણ સહઆરોપીઓની ધરપકડ.

ચાર્જશીટમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 103(1), 238(a) અને 61(2) હેપોર્ટમાં જણાવાયું છે કે સોનમ અને કુશવાહાએ ત્રણ ભાડૂતી હત્યારાઓ સાથે મળીને આ હત્યા આયોજન કર્યું હતું. આ ઉપરાંત, સિલોમ જેમ્સ, લોકેન્દ્ર તોમર અને બલબીર અહિરવારે પુરાવા નષ્ટ કરવામાં મદદ કરી હતી, જેમને જામીન પર છોડવામાં આવ્યા છે.

રાજાના ભાઈ વિપિને ચાર્જશીટનું સ્વાગત કર્યું પરંતુ સોનમ, કુશવાહા અને અન્ય આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી. તેમણે સોનમના ભાઈ ગોવિંદ પર પણ દગો કરવાનો આરોપ લગાવ્યો, જે હવે સોનમનો સાથ આપે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button