માતાના અંતિમ સંસ્કાર વખતે સ્મશાનમાં દીકરાએ કર્યા ભવાડા! ચાંદીના કડા માટે ચિતા પર…

જયપુરઃ માતા-પિતાને પૃથ્વી પરના ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ શું અત્યારેના સંતાનો માતા-પિતાને ભગવાન માને છે ખરા? આ કળિયુગમાં અત્યારે સંતાનો માતા-પિતાની સંભાળ ધ્યાન નથી આપતાં. રાજસ્થાનના જયપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. રાજસ્થાનના જયપુરમાં 80 વર્ષીય મહિલાના મૃત્યુ બાદ, તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લાવવામાં આવ્યો હતો. સ્મશાનમાં ચિતા માટે લાકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ અચાનક મૃત માતાને બદલે તેનો દીકરો ચિતા પર સૂઈ ગયો. આથી ત્યાં હાજર લોકો અચંબિત થઈ ગયાં હતાં.
દુષ્ટ દીકરાએ માતાના અંતિમ સંસ્કાર પણ બંધ કરાવી દીધા
પુત્ર ચિતા પર સૂઈ ગયો તેનું કારણ માતા પ્રત્યેના પ્રેમ નહીં, પરંતુ તે ચાંદીના એક દાગીનો હતો. ચાંદીનો એક ટુકડો મેળવવા માટે દુષ્ટ દીકરાએ તેની માતાના અંતિમ સંસ્કાર પણ બંધ કરી દીધા. આ સમગ્ર ઘટના જયપુરના ગ્રામીણ વિસ્તાર વિરાટનાગરમાં બની હતી. અંતિમ સંસ્કાર કરતી વખતે માતાના શરીર પર પહેલા ઘરેણાં માતાની સંભાળ રાખતા તેના મોટા પુત્ર ગિરધારી લાલને સોંપી દીધા હતાં. આ જોઈને તેનો નાનો ભાઈ ઓમપ્રકાશ આવ્યો અને ચિતા પર સૂઈ ગયો અને કહ્યું કે, ‘પહેલા માતાની ચાંદીના કડા આપી દો. જો તે મને નહીં આપો તો હું અહીંથી ઉઠીશ નહીં. હું મારી જાતને બાળી નાખીશ’.
આવો કળિયુગ આવશે તેની કોને ખબર હતી?
મૃત માતાના ચાંદીના ઘરેણા માટે પણ દીકરીઓ ઝઘડો કરશે એવું તો કોણે ધાર્યું હોય? પરંતુ આવી ઘટનાઓ વાસ્તવમાં બની રહી છે. આ દરમિયાન સંબંધીયોએ, પરિવારજનો અને સમાજના લોકોએ તેને ઘણો સમજાવ્યો હતો પરંતુ તે માન્યો નહીં. આખરે લોકો ચાંદીના કડા અપાવ્યાં ત્યાં તે માન્યો! ત્યારબાદ બે કલાક પછી માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. આ સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે.
ઓમપ્રકાશ માતાની તેરવીની વિધિમાં આવ્યો જ નહોતો
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, માતાના અંતિમ સંસ્કાર વચ્ચે ચાંદીના દાગીના માટે લડી પડ્યો હતો. તે દીકરો ઓમપ્રકાશ માતાની તેરવીની વિધિમાં આવ્યો જ નહોતો. ઓમપ્રકાશ અને તેના અન્ય ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી મિલકતનો વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે, ઓમપ્રકાશ ગામની બહાર એક અલગ ઘરમાં રહે છે અને તેના પરિવારથી અલગ પડી ગયો છે. પરંતુ માતાની અંતિમ સંસ્કારની વિધિમાં આવું વર્તન શરમને પાત્ર છે.