અયોધ્યા ગયેલાં માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar સાથે થયું કંઈક એવું કે…

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના રંગમાંથી હજી દેશવાસીઓ બહાર નથી આવી શક્યા ત્યાં ગઈકાલની ઈવેન્ટમાંથી અલગ અલગ વીડિયો અને મજેદાર ઘટનાઓ સામે આવી રહી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા પહોંચેલા માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar સાથે કંઈક એવું બન્યું હતું કે જેના વિશે તમે કે હું કલ્પના પણ ના કરી શકીએ અને આ ઘટના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ એવું તે શું થયું Sachin Tendulkar સાથે?
વાત જાણે એમ છે કે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા આવનારા વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ પાર્કિંગની જગ્યા ના મળવાને કારણે ઘણા લોકોને મુશ્કેલી પડી હતી અને એમાંથી જ એક હતા સચિન તેંડુલકર. ભારત રત્ન સચિન જ્યારે પોતાની બીએમડબ્લ્યુડી કાર શ્રીરામ જન્મભૂમિના ગેટ નંબર 3ની સામે બનાવવામાં આવેલા પાર્કિંગ એરિયામાં પહોંચી એટલે એમની કારને પાર્કિંગ જ ના મળી. લાંબા સમય સુધી સચિનની ગાડી રામપથ પર ઊભી રહી હતી.
સચિન તેંડુલકરની કાર પર બે બે પાર્કિંગ પ્લોટના પાસ લગાવવામાં આવ્યા હોવા છતાં પણ તેને પાર્કિંગ આપવામાં આવ્યું નહોતું. આખરે જ્યારે ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહેલાં પોલીસ અધિકારીને આ વાતની જાણકારી મળી ત્યારે તેમણે એનાઉન્સમેન્ટ કરાવડાવીને સચિન તેંડુલકરની કારને પાર્કિંગ કરવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
અયોધ્યાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક વીવીઆઈપી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરિણામે કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત ન થાય એને ધ્યાનમાં લઈને આમંત્રિતોને અલગ અલગ પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં સચિન તેંડુલકર સહિત અન્ય મહાનુભાનો અગવડનો સામનો કરવો પડ્યો હતો.