ટોપ ન્યૂઝનેશનલ

કંઈક મોટું થવાના એંધાણ! પહેલગામ આતંકી હુમલા અંગે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા હુમલામાં 28 લોકોના મોત થયા હતાં. આતંકી હુમલાને ધ્યાને રાખીને આજે દરેક રાજકીય પક્ષો સાથે બેઠક મળવાની છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષ સાથે બેઠક યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશપ્રધાન એસ જયશંકર સાથે વિવિધ રાજકીય પક્ષોને સાથે રાખીને આ મુદ્દે કેવી કાર્યવાહી કરવી જોઈએ તેની ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ સરકારને આ મુદ્દે બેઠક કરવા માટે કહ્યું હતું.

આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા અંગે કેબિનેટ સમિતિની બેઠક

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજનાથ સિંહ વિવિધ પક્ષોના નેતાઓને પ્રવાસીઓને નિશાન બનાવતા આતંકવાદી હુમલા વિશે માહિતી આપી શકે છે, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બુધવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાના પગલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક કરી હતી. હવે જોવાનું એ રહે છે કે, ભારત સરકાર દ્વારા આ મુદ્દે કેવી કાર્યવાહી કરવામાં આવે છે. આ પહેલા આતંકવાદીઓએ કરેલા હુમલાઓનો ભારતે બદલો લીધો છે, પરંતુ આ વખતે કેવી કાર્યવાહી થશે તેના વિશે કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી.

બુધવારે મળેલી બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં

બુધવારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. વિગતે વાત કરવામાં આવે તો, ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ રહેશે. જેથી બંને દેશો વચ્ચે મર્યાદિત અવરજવર પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે. બીજુ કે, ભારતે પાકિસ્તાનમાં પોતાનું દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્રીજુ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, જેના કારણે પાકિસ્તાનને જળ સંસાધનોના સ્તર પર ગંભીર અસર થશે. ચોથું ભારત સરકારે દેશમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપ્યો છે. પાંચમું કે હવે કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારતીય વિઝા આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો…પહેલગામ હુમલા પર કાશ્મીરની પ્રતિક્રિયા બિલકુલ અલગ રહી! આ ચાર વાતો ખાસ વાંચવી જોઈએ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button