તો હવે રાજસ્થાનમાં કોનું રાજતિલક થશે?
જયપુર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી જ રાજસ્થનના રાજકારણમાં સવાલો ઉઠવા લાગ્યા છે કે મુખ્ય પ્રધાન કોણ બનશે. વસુંધરા રાજે સિંધિયાને ભાજપ વધુ મહત્વ આપવા માંગતું નથી. તેમજ બાબા બાલકનાથે સાંસદમાંથી રાજીનામું આપતા આ ચર્ચાઓ પર લગભગ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
ત્યારે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ભાજપ હવે રાજસ્થાનમાં નવા ચહેરા પર સટ્ટો લગાવવાનું વિચારી રહી છે. હાલમાં રાજસ્થાનના સીએમ પદની રેસમાં દિયા કુમાર, રાજ્યવર્ધન સિંહ રાઠોડ ઉપરાંત ઓમ માથુર, અર્જુન રામ મેઘવાલ, સીપી જોશી, ગજેન્દ્ર સિંહ શેખાવત અને અશ્વિની વૈષ્ણવના નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
જો કે આ ત્રણમાંથી કોને મુખ્ય પ્રધાનની ખુરશી મળશે તે જોવું રસપ્રદ રહેશે. અથવા ભાજપ, એક એવી પાર્ટી જે ચોંકાવનારા નિર્ણયો લે છે,યોગી બાલકનાથ રાજસ્થાનની તિજારા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. આ બેઠક પર તેમની જીત સાથે જ અટકળો શરૂ થઈ હતી કે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની જેમ રાજસ્થાનમાં પણ મુખ્ય પ્રધાન પદ યોગી બાલકનાથને સોંપવામાં આવશે. પરંતુ બાબા બાલકનાથે સોશિયન મિડીયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ મુખ્ય પ્રધાન પદની રેસમાંથી બહાર છે. આ બધી બાબતો અફવા માત્ર છે.
જ્યારથી ચૂંટણી પરિણામો આવ્યા છે ત્યારથી ધારાસભ્યો વસુંધરા રાજેના સીએમના દાવાના સમર્થનમાં સતત એકતા કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં 50 થી વધુ ધારાસભ્યો તાજેતરમાં જ તેમના જયપુર નિવાસસ્થાને આવ્યા હતા અને તેમને મળ્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય હાઈકમાન્ડે વસુંધરાને સાતમી ડિસેમ્બર એટલે કે ગુરુવારે દિલ્હી બોલાવી હતી.
દિલ્હી પહોંચ્યા બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે લગભગ 80 મિનિટ સુધી વાતચીત થઈ. આ બેઠક બાદ જ્યારે વસુંધરા રાજે રાજસ્થાન પરત ફર્યા ત્યારે તેઓ હસતા હતા. પરંતુ તેમણે કોઇપણ પ્રકારના પ્રશ્ર્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.
આ વખતે ઘણા સાંસદો ચૂંટણી જીત્યા છે, જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ખૂબ નજીક છે.