નેશનલ

કુંભની પળેપળની માહિતી આપે છે ટીવી સ્ટાર સ્મિતા સિંહ, જાણો શું કામ?

હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 ચાલી રહ્યો છે ત્યારે રોજ કરોડો લોકો અહીં પહોંચી રહ્યા છે અને ગંગામાં ડૂબકી લગાવે છે. આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન એટલે કે શાહીસ્નાનના દિવસે કરોડો લોકો અહીં પહોંચ્યા છે.

એટલું જ નહી, ફિલ્મ સ્ટાર્સ પણ કુંભમાં જોડાયા છે. અત્યાર સુધીમાં અનેક ફિલ્મ સ્ટાર્સ કુંભમાં ડૂબકી મારી ચૂક્યા છે. ત્યારે ટીવી સ્ટાર સ્મિતા સિંહ (SMITA SINH) પણ કુંભમાં સામેલ થઈ છે

પળે પળની ખબર શેર કરી

સ્મિતા સિંહ મહાકુંભનો ભાગ બની છે ત્યારે તે પોતાના ફેન્સ સાથે પળે પળનું સ્ટેટસ અપડેટ કરી રહી છે. સ્મિતા સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી ઘણા વીડિયો શેર કર્યા છે. પોસ્ટ કરેલા વીડિયો દ્રારા તેના ચાહકોએ મહાકુંભને લાઈવ માણ્યો હતો. અભિનેત્રી સ્મિતા સિંહે ગઈ કાલે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં દેશ-વિદેશના ભક્તોએ ભોજન બનાવ્યું હતું. સ્મિતા સિંહ ભક્તો સાથે વાતચીત કરી અને તે વીડિયો શેર કર્યો છે.

આ સ્ટાર્સે કુંભમાં ડૂબકી લગાવી

મળતી માહિતી મુજબ કુંભમાં ફિલ્મ સ્ટાર્સની અવરજવર ચાલી રહી છે ત્યારે બોલિવૂડ સિંગર કૈલાશ ખેર, શંકર મહાદેવન, અનુપમ ખેર, સુનિલ ગ્રોવર સહિત અન્ય કલાકારોએ આસ્થાની ડૂબકી લગાવી છે. આટલું જ નહી અહીં આ બંને સિંગર્સનો કોન્સર્ટનું પણ યોજાવાનો છે. 10થી વધુ સિંગર્સ તેમના મધુર અવાજ સાથે મહાકુંભને યાદગાર બનાવશે.

આપણ વાંચો: Mahakumbh 2025 : યોગી કેબિનેટની બુધવારે બેઠક, સીએમ સહિત તમામ મંત્રીઓ મહાકુંભમાં સંગમ સ્નાન કરશે

ડાયરેક્ટર રેમો ડિસોઝા પણ અહીં પહોંચ્યો હતો. રેમો ડિસોઝાએ ત્રિવેણીસંગમ ખાતે ડૂબકી લગાી હતી અને તેની તસવીરો પણ શેર કરી હતી. અભિનેત્રી સુનીતા રાજવાર પણ અહીં મહાકુંભમાં સ્નાન કરવા પહોંચી હતી. સુનિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button