નેશનલ

રાજસ્થાનના આ ગામમાં રહે છે ફક્ત 35 મતદારો

જયપુર : દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે છત્તીસગઢ અને મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન શાંતિપૂર્વક પૂર્ણ થયું હતું. તેમજ રાજસ્થાનના અન્ય ત્રણ રાજ્યોમાં 25 નવેમ્બરે મતદાન થશે. 2018ની આવનારી ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચે ભારત-પાકિસ્તાન સરહદ પરના એક દૂરના ગામમાં મતદાન કેન્દ્રની સ્થાપના કરી છે. આ મતદાન મથક બાડમેર જિલ્લામાં છે અને મતદાન મથકની વસ્તી ફક્ત 35 છે. ખાસ વાત એ છે કે અહીંના તમામ મતદારો એક જ પરિવારના સભ્યો છે.

બાડમેર કા પાર તરીકે ઓળખાતા આ ગામને અગાઉ જ્યારે પણ ચૂંટણી આવતી ત્યારે મત આપવા માટે 20 કિલોમીટર દૂર જવું પડતું હતું તેમાં પણ વ્યવસ્થિત કહી શકાય તેવા રસ્તા કે કોઇ વાહનની વ્યવસ્થા પણ ન હોવાના કારણે તેમને મત આપવા માટે ઊંટ પર બેસીને કે પછી ચાલીને જ જવું પડતું હતું આથી આ તમામ સભ્યો મત આપવા જવાનું ટાળતા હતા. તેમાં પણ વૃદ્ધો અને મહિલાઓ માટે તો આ મુસાફરી ખરેખર ખૂબજ અઘરી હતી આથી તેઓ તો ક્યારેય મત આપવા જતા જ નહોતા.


જેના કારણે અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ફક્ત પુરૂષ સભ્યો જ મત આપવા ગયા હતા. જો કે આ વર્ષે તે તમામ લોકોને ચૂંટણી પંચના આ અનોખા નિર્ણયનો લાભ મળશે. ગામમાં મતદાન મથકના સમાચારથી ગ્રામજનોમાં ખાસ કરીને મહિલાઓ ખુશ થઇ ગઇ હતી. મહિલાઓ હવે મત આપવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગામમાં નોંધાયેલા 35 મતદારો પૈકી 17 મહિલાઓ અને 18 પુરૂષો છે.


નોંધનીય છે કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાજસ્થાનમાં સરકાર બનાવી હતી. સીએમ અશોક ગેહલોત બસપા અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સત્તામાં આવ્યા હતા. રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે, જેની મતગણતરી 3 ડિસેમ્બરે ચાર અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ સાથે થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…