શુભાંશુ શુક્લાની ઐતિહાસિક અવકાશયાત્રા: ભારતીય સ્વાદ અને સંસ્કૃતિ સાથે ISS ભણી ઉડાન!

નવી દિલ્હીઃ શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) અંતરિક્ષ મિશનમાં ભારતીય સંસ્કૃતિનો સ્વાદ, અબજો લોકોના દિલોની આશા અને સપનાઓ લઈને અવકાશમાં ગયાં છે. આજે બપોરે તેમણે અંતરિક્ષ યાત્રા માટે ઉડાન ભરી હતી. 4 અવકાશયાત્રી સાથે એક્સિઓમ-4 મિશન (Axiom-4 mission) લોન્ચ થઈ ગયું છે. શુભાંશુ શુક્લા આ મિશનમાં પોતાની સાથે કઈ સ્વાદિષ્ટ વસ્તુઓ લઈ ગયા છે તો તેની વાત કરીએ. શુભાંશુ શુક્લાના મિશનમાં ગાજરનો હલવો, કેરીનો રસ અને એક નાનું સાથી સોફ્ટ ટોય લઈ ગયા છે.
શુભાંશુ શુક્લાએ પોતાની સાથે કઈ કઈ વસ્તુઓ લઈ ગયા છે?
ભારતીય માટે આજે ગૌરવની ક્ષણ છે. વર્ષોની તપસ્યા બાદ આજે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા (Astronaut Shubhanshu Shukla)એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS – International Space Station)ની સફર માટે ઉડાન ભરી છે. આ મિશન 2 અઠવાડિયા સુધી ચાલશે. આ મિશન માટે શુભાંશુ શુક્લાએ પોતાની બેગમાં કેટલીક રસપ્રદ વસ્તુઓ લઈને ગયા છે. ગ્રુપ કેપ્ટન શુક્લાએ કહ્યું છે કે આ મિશન માટે તેમણે ફક્ત જરૂરી વસ્તુઓ જ પોતાની બેગમાં રાખી નથી, પરંતુ હું અબજો લોકોની આશા અને સપનાઓને પણ લઈને ગયો છે. આ સપનાઓની સાથે આ બેગમાં ગાજરનો હલવો પણ છે’.
રમકડા વિશે વાત કરતા કમાન્ડર વ્હિટસને શું કહ્યું?
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ કહ્યું કે તે અવકાશ મિશન માટે ખાસ તૈયાર કરેલી તેમની કેટલીક મનપસંદ મીઠાઈઓ લઈ જઈ રહ્યા છે. શુભાંશુ શુક્લા પોતાની સાથે કેરીનો રસ, ગાજરનો હલવો અને મગની દાળનો હલવો લઈને ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે શુક્લા આ મિશન પર એક નાનો સાથી પણ લઈ રહ્યા છે. આ નાનો સાથી એક સોફ્ટ ટોય છે, જેનું નામ તેમણે જોય રાખ્યું છે. પાંચ ઇંચ લાંબા રમકડા વિશે વાત કરતા કમાન્ડર વ્હિટસને કહ્યું કે હંસ, જે તેની સુંદરતા માટે જાણીતું છે, તે ક્રૂ સભ્યોના દેશો માટે અલગ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. તેથી જ તેને પસંદ કરવામાં આવ્યું છે. ભારતમાં હંસ શાણપણ અને શુદ્ધતાનું પ્રતીક છે. પોલેન્ડમાં હંસ શુદ્ધતા અને વફાદારીનું પ્રતીક છે, જ્યારે હંગેરીમાં તે વફાદારી અને સુંદરતાનું પ્રતીક છે. ગ્રુપ કેપ્ટન શુક્લાએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં હંસ જ્ઞાનની હિન્દુ દેવી સરસ્વતીનું વાહન પણ છે.
આ સ્પેશ મિશન 12.01 મિનિટે લોન્ચ કરવામાં આવ્યું
ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં, શુક્લાએ જોયને બતાવ્યું હતું અને કહ્યું હતું કે આ X-4 પર પાંચમો ક્રૂ મેમ્બર હશે. આ સ્પેશ મિશન 12.01 મિનિટે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં આ મિશનનું નેતૃત્વ નાસાના પૂર્વ અંતરિક્ષચાત્રી પૈગી વ્હિટસન કરી રહ્યાં છે. X-4 ટીમમાં પોલેન્ડના સ્લાવોજ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીથી ટિબોર કાપુ પણ શુભાંશુ શુક્લા સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની સફરે જઈ રહ્યાં છે.
આ પણ વાંચો…ભારતના શુભાંશુ શુક્લા આજે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઈતિહાસ બનાવશે…