ઓમાનમાં શિયા મસ્જિદમાં ગોળીબાર: આ સંગઠને જવાબદારી સ્વીકારી

મસ્કત: ઓમાનમાં શિયા મુસ્લિમોની મસ્જિદમાં કરાયેલો ગોળીબારનો બદલ આઈએસઆઈએસએ ઉગ્રવાદી જૂથે જવાબદારી સ્વીકારી (ISIS claims responsibility) અને દાવો કર્યો છે કે તેના ત્રણ લડવૈયાએ મસ્કતમાં શિયા મસ્જિદ પર આ હુમલો કર્યો હતો. શિયા મસ્જિદ પર થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત થયા હતા.
સોમવારના રોજ મોડી રાત્રે કેટલાક બંદૂકધારીઓએ ઇન્ટરનેશનલ સ્કૂલથી ૫૦૦ મીટરના અંતરે આવેલી રાજધાની મસ્કતના વાડી અલ-કબીરની પડોશમાં આવેલી અલી બિન અબી તાલિબ મસ્જિદમાં ઘૂસી ગયા હતા અને એમણે ત્યાં હાજર લોકો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં નવ લોકોનાં મોત થયા હતા અને લગભગ ૨૮ અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો: બાબરી મસ્જિદ માટે આખી જિંદગી કેસ લડનાર આ વ્યક્તિએ પીએમ મોદી પર કરી પુષ્પવર્ષા..
અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ચાર પાકિસ્તાની, એક ભારતીય નાગરિક અને એક પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે .
સુન્ની ઉગ્રવાદી જૂથે પુરાવા આપ્યા વિના, સંલગ્ન સમાચાર એજન્સી દ્વારા મંગળવારે જવાબદારી સ્વીકારી હતી. તે પ્રથમ વખત સાબિત કરે છે કે ઓમાનમાં હુમલા પાછળ આઈએસઆઈએસનો હાથ છે. ઓમાનમાં માત્ર પાંચ ટકા મુસ્લિમો શિયા સંપ્રદાયના હોવાનું માનવામાં આવે છે.