શેખ હસીનાએ તોડ્યું મૌન, બાંગ્લાદેશના ભાવિ અને લોકશાહી પર ઠાલવ્યો બાળપો…

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં થોડા સમય પહેલા ભડકેલી વિદ્રોહની આગમાં શેખ હસીનાની સરકારી હોમાઈ ગઈ હતી. જે બાદ તેણે તાત્કાલિક બાંગલાદેશ છોડી ભાગવાની ફરજ પડી હતી. ત્યારેથી તે ભારતના શર્ણાથી બનીને દિલ્હીના ગુપ્ત વિસ્તારમાં રહી રહ્યા છે. તેમણે તાજેતરમાં એક મીડિયા ઈન્ટરવ્યૂહમાં પોતાનું મૌન તોડતા બાળપો ઠાલવ્યો હતો. ચાર વખત વડાપ્રધાન રહી ચૂકેલી આ નેત્રીએ વિદેશમાં આશ્રય લેવાની મજબૂરી, લોકશાહી પરના સંકટ અને બાંગ્લાદેશના ભાવિ અંગે પોતાની ચિંતાઓને સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી છે, જે દેશના વર્તમાન પરિસ્થિતિને સમજવા માટે મહત્વપૂર્ણ છે.
શેખ હસીનાએ કહ્યું કે અવામી લીગને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવી એ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. તેઓએ જણાવ્યું કે આ પાર્ટી વિના કોઈ પણ ચૂંટણીને માન્ય ગણી શકાય નહીં, કારણ કે આ અચૂની સરકાર દ્વારા તૈયાર કરાયેલા અસંવિધાનિક માળખા હેઠળ થઈ રહ્યું છે.
અવામી લીગની સરકાર જનતા દ્વારા નવ વખત ચૂંટઈ આવી છે, તેને ચૂંટણી લડતા અટકાવી છે. તે કરોડો મતદારોના અધિકારોને છીનવી રહી છે. તેઓએ વધુમાં કહ્યું કે પાર્ટી સત્તામાં હોય કે વિપક્ષમાં, તેને આ રીતે અલગ ન કરી શકાય, અને દેશના હિતમાં આ પ્રતિબંધને તાત્કાલિક હટાવવો જોઈએ, જેથી સ્થિરતા અને જનસહમતિવાળી સરકાર બની શકે.
પોતાની વાપસી અંગે પૂછાયેલા પ્રશ્ન પર હસીનાએ કહ્યું કે તેઓની બાંગ્લાદેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા અટલ છે અને તેઓએ પોતાનું જીવન દેશને સુધારવા માટે અર્પિત કર્યું છે. જોકે, વતન પરત ફરવા માટે તેઓની એક જ શરત છે કે બાંગ્લાદેશમાં લોકશાહીની પુનઃસ્થાપના થાય, જેમાં મુક્ત, નિષ્પક્ષ અને સર્વસમાવેશી ચૂંટણીઓ થાય અને અવામી લીગને સામેલ કરવામાં આવે. તેઓએ સ્પષ્ટ કર્યું કે તેઓને વ્યક્તિગત સત્તાની લાલસા નથી, આ તો જનતાના મૂળભૂત અધિકારો, આર્થિક વિકાસ અને બહુવિધ રાજકીય સંસ્કૃતિને સુરક્ષિત કરવા વિશે છે, જેમાં તમામ નાગરિકોના હકોનું રક્ષણ થાય.
પોતાના કાર્યકાળની સ્વ-સમીક્ષા કરતાં હસીનાએ સ્વીકાર્યું કે કોઈ પણ નેતા પાછળ વળીને જુએ તો તેને પોતાનો નિર્ણય સારી લઈ શક્યા હોવાનો વિચાર આવે જ. ખાસ કરીને સરકારી નોકરીઓના ક્વોટા મુદ્દે વધુ વાતચીત અને સહભાગિતા દ્વારા ઉકેલ લાવી શકાતો હતો. તેઓએ કહ્યું કે જો પરિસ્થિતિ વણસી ન હોત તો પ્રથમ મૃત્યુઓ પછી શરૂ કરાયેલી સ્વતંત્ર તપાસ પૂરી થઈ શકતી, પરંતુ યુનુસના સત્તા હસ્તગત કર્યા પછી તે અટકી ગઈ. તેઓને અફસોસ છે કે મૃતકોના પરિવારોને જવાબ મળી શક્યા નહીં, અને વચગાળાની સરકારની તપાસો માત્ર અવામી લીગને કલંકિત કરવા માટેના રાજકીય અભિયાન જેવી છે.
હસીનાએ પોતાના 15 વર્ષના શાસનમાં હાંસલ કરેલી આર્થિક વૃદ્ધિ, મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, વેપારી સંબંધો અને કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાના પરિવર્તનો પર ગર્વ વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે બાંગ્લાદેશના લોકો અત્યંત કુશળ અને મહેનતુ છે, અને તેઓને સશક્ત કરીને દેશે 15 વર્ષમાં 450% જીડીપી વૃદ્ધિ હાંસલ કરી છે. યુનુસ જેવા વ્યક્તિઓ તેઓની વિરાસતની ટીકા કરી શકે છે, પરંતુ તેઓ દેશ માટે આટલું પણ હાંસલ કરી શકશે નહીં.



