કૌન બનેગા ઉપરાષ્ટ્રપતિ! કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપ્યું સૌથી મોટું નિવેદન

નવી દિલ્હી: જગદીપ ધનખડના રાજીનામા બાદ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે એ અંગે ચર્ચા ચાલી રહી છે. ચુંટણી પંચ 9 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (Vice President election) યોજાશે. સત્તા પક્ષ અને વિપક્ષ આ ચૂંટણી માટે ઉમેદવાર શોધી રહ્યા છે. આગામી ઉપરાષ્ટ્રપતિના સંભવિત નામ અંગે કોંગ્રેસના સાંસદ શશી થરૂર(Shashi Throor)ને મહત્વનું નિવેદન આપ્યું છે.
પત્રકારો સાથે વાત કરતા શશિ થરૂરે જણાવ્યું, આપણે બધાને ખબર જ છે કે શાસક પક્ષનો ઉમેદવાર જ ઉપરાષ્ટ્રપતિ બનશે. કારણ કે શાસક પક્ષની સાંસદના ગૃહમાં બહુમતી હોય છે.
આપણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે રાજ્યસભામાં ભાજપની તાકાત વધી, આંકડો 100ને પાર
ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા થરૂરે કહ્યું ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી સંસદના બંને ગૃહો દ્વારા કરવામાં આવે છે, આ ચૂંટણી રાષ્ટ્રપતિની ચૂંટણીથી અલગ હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્ય વિધાનસભાના સભ્યો પણ મતદાન કરે છે.
પરંતુ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એવું હોતું નથી. આપણે પહેલાથી જાણીએ છીએ કે બહુમતી કોની છે. તેથી શાસક પક્ષ દ્વારા નામાંકિત ઉમેદવાર જ આગામી ઉપરાષ્ટ્રપતિ હશે.
જો કે શશી થરૂરે કહ્યું કે મને આશા છે કે શાસક પક્ષ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિપક્ષ સાથે પણ ચર્ચા કરશે.
આપણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે જાહેર કરી તારીખ, આ તારીખે યોજાશે મતદાન
ચૂંટણી શેડ્યુલ:
ચૂંટણી પંચની સૂચના મુજબ, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું જાહેરનામું 7 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે, 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રક ભરી શકાશે. 22 ઓગસ્ટે ઉમેદવારી પત્રકની ચકાસણી હાથ ધારવામાં આવશે.
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન 9 સપ્ટેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. મતગણતરી પણ 9 સપ્ટેમ્બરના રોજ જ થશે અને સાંજે વિજેતા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે.