શશિ થરુરે ફરી રાહુલ ગાંધીને અરીસો દેખાડ્યો, ભાજપે વખાણ કર્યાં પરંતુ કોંગ્રેસ નેતાએ…

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ શશિ થરુરના એક નિવેદનને લઈને ફરી આંતરિક રાજકીય વિવાદ શરૂ થયો છે. શશિ થરુરે વિદેશ નીતિ અંગે એક નિવેદન આપ્યું છે કે, વડા પ્રધાનની હારની ઉજવણી કરવી એ ભારતની હારની ઉજવણી કરવા જેવું છે. તેમના આ નિવેદનને લઈને હવે કોંગ્રેસ અને ભાજપ બંને તરફથી પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. આ નિવેદન અંગે ભાજપના નેતાઓ શશિ થરૂરના વખાણ કર્યાં હતા, કોંગ્રેસ નેતાઓ પણ પ્રતિક્રિયા આપવા માટે મેદાનમાં આવ્યાં છે.
વી. હનુમંત રાવએ થરૂર મામલે આપ્યું નિવેદન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી. હનુમંત રાવે સ્પષ્ટ કર્યું છે કે થરુરનું નિવેદન તેમનો વ્યક્તિગત મત છે, પાર્ટી સાથે તેને ના જોડવામાં આવે. કોંગ્રેસ નેતા વી. હનુમંત રાવે કહ્યું કે, કોંગ્રેસ આવી રીતે નથી વિચારતી અને થરુરે જે કહ્યું તે પાર્ટીના સ્ટેન્ડનું પ્રતિનિધિત્વ કરતું નથી. રાવનું કહેવું છે કે, કોંગ્રેસ પાર્ટીમાં લોકશાહી હોવાથી દરેક નેતાને પોતાની વાત મૂકવાનો અધિકાર આપવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આખી પાર્ટી તે મત સાથે સંમત છે. કોંગ્રેસ પાર્ટીએ થરૂરના નિવેદનનો વિરોધ કર્યો હતો.
‘બીજી પાર્ટી હોત તો કાર્યવાહી’
વી. હનુમંત રાવે કહ્યું કે, જો કોઈ બીજી પાર્ટીમાં નેતાએ એવો મત આપ્યો હોત, તો તેની સામે તરત જ કાર્યવાહી કરવામાં આવી હોત! રાવે વધુમાં કહ્યું કે, અમારી પાર્ટી પાસે અહીં લોકશાહી છે, તેથી દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. પરંતુ સાથે શશિ થરૂરના નિવેદનની આલોચના પણ કરી છે. જો કે, પાર્ટીએ આ નિવેદન માટે કોઈ કાર્યવાહી ના કરી હોવાના કારણે કોંગ્રેસ પાર્ટીની ભરપૂર વખાણ પણ કર્યાં છે.
ભાજપ નેતાએ શશિ થરુરના નિવેદનને આપ્યું સમર્થન
ભાજપ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ શશિ થરુરના નિવેદનને સાહસિક ગણાવીને વખાણ કર્યાં હતાં. પૂનાવાલાનું કહેવું છે કે, શશિ થરુરે ફરી એકવાર રાહુલ ગાંધી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા ભારત વિશે વિદેશમાં કરવામાં આવતા પ્રોપેગેંડા મામલે અરીસો દેખાડીને પોતાની હિંમત દેખાડી છે. આ સાથે પૂનાવાલાએ આશા પણ વ્યક્ત કરી છે કે, કોંગ્રેસ પાર્ટી શશિ થરુર વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે. જો કે, કોંગ્રેસ દ્વારા શશિ શરૂરની નિવેદન મામલે કોઈ પગલાં પણ લેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો…કોંગ્રેસ સાંસદ શશિ થરૂર ફરી એકવાર પીએમ મોદીના આ મુદ્દે કર્યા વખાણ…



