નેશનલ

બિહારમાં જીત બાદ ભાજપના પ્રધાને ‘કોબી’નો ફોટો પોસ્ટ કરી વિવાદ સર્જ્યો! શશી થરૂરે આપી પ્રતિક્રિયા

દિલ્હી: બિહારમાં NDA ગઠબંધનની જીત બાદ આસામના કેબીનેટ પ્રધાન અશોક સિંઘલે X પર કરેલી એક પોસ્ટ વિવાદનું કેન્દ્ર બની છે. તેમણે કોબી ના ખેતરનો એક ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું “બિહારે કોબીની ખેતીને મંજૂરી આપી”. આ પોસ્ટ બાબતે અશોક સિંઘલ અને ભાજપની ટીકા થઇ રહી છે, ત્યારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આ પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપી છે.

અહેવાલ 1989માં બિહારના ભાગલપુર જીલ્લામાંમાં થેયલા કોમી રમખાણો દરમિયાન લોગેન ગામમાં મુસ્લિમ સમુદાયના 110 થી વધુ લોકો ક્રૂર સામૂહિક હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓએ મૃતદેહોને ખેતરોમાં દાટી દીધા અને પછી પુરાવા છુપાવવા માટે ખેતરમાં કોબીના છોડ વાવી વિધા હતાં. હવે આસામના કેબીનેટ પ્રધાન અશોક સિંઘલે કોબીફ્લાવર અંગે પોસ્ટ કરીને વિવાદ સર્જ્યો છે. ઘણાં યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે તેઓ મુસ્લિમોની હત્યાને યોગ્ય ઠેરવી રહ્યા છે અને હિંસા ભડકાવી રહ્યા છે.

એક યુઝર્સ, @isaifpatel એ થરૂરને ટેગ કરીને પૂછ્યું કે શું તેઓ કેટલાક દિગ્ગજ હિન્દુ નેતાઓ મુસ્લિમોની હત્યાને યોગ્ય ઠેરવતી આ પોસ્ટ નિંદા કરવા માટે કહેશે?

આપણ વાચો: NDAનો ‘ભવ્ય’ વિજય, પણ વોટ શેરમાં RJD ‘નંબર વન’: બિહારમાં RJDના વિજયનું ‘ગણિત’ ક્યાં ખોટું પડ્યું?

જેનો જવાબ આપતા થરૂરે લખ્યું કે તેઓ સમુદાયના આયોજક નથી, જોઈન્ટ સ્ટેટમેન્ટ આપવું કામ તેમનું નથી. તેમણે લખ્યું, “પરંતુ હું #InclusiveIndia નો પ્રખર હિમાયતી છું અને એક ગૌરવશાળી હિન્દુ છું, એટલે હું મારા અને મોટાભાગના હિન્દુઓ વતી કહી શકું છું કે અમારો ધર્મ કે રાષ્ટ્રવાદ આવા હત્યાકાંડને વાજબી ઠેરવવા કે માફ કરવા માટે તૈયાર નથી, તેમને બિરદાવવાની તો વાત જ નથી.”

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button