હ્રદય કંપાવતી ઘટના! પિતાએ પોતાના 4 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા! બાદમાં પોતે પણ…

શાહજહાંપુરઃ ક્રાઇમની ઘટનાઓ ખૂબ જ વધવા લાગી છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં છાશવારે હત્યાની ઘટનાઓ બની રહી છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પિતાએ પોતાના ચાર બાળકોની હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના કંઈક એવી છે કે, પત્ની થોડા દિવસ માટે પોતાના પીયરમાં ગઈ હતી, આ દરમિયાન પતિએ પોતાના ચાર બાળકોની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી દીધી! આ ઘટના શાહજહાંપુરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આખરે શા માટે આ યુવકે પોતાના ચાર બાળકોની હત્યા કરી? પોલીસે આ દિશામાં તપાસ પણ હહાથ ધરી દીધી છે.
આખરે શા માટે રાજીવે પોતાના સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા?
આ ઘટના રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુર ચક્રી ગોટિયા ગામમાં બની હતી. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ આવી પહોંચી હતી. રોઝા પોલીસે પાંચેય લાશોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટનાની વાત કરવામાં આવે તો, રાજીવ નામમાં વ્યક્તિએ પોતાની ત્રણ દીકરીઓ અને એક દીકરાની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો: રાન્યા રાવે તપાસમાં કર્યો મોટો ખુલાસો, અમદાવાદ કનેકશન આવ્યું સામે
સંતાનોની હત્યા કરી રાજીવે પોતે પણ આત્મહત્યા કરી લીધી
પોલીસે ઘટના વિશે વિગતો આપતા જણાવ્યું કે, યુવકની પત્ની તેના પીયરે ગઈ હતી. ઘટના બની ત્યારે રાજીવના પિતા ઘરની બહાર સૂઈ રહ્યા હતા. મોડી રાત્રે રાજીવે તેની 13 વર્ષની પુત્રી સ્મૃતિ, 9 વર્ષની પુત્રી કીર્તિ, 7 વર્ષની પુત્રી પ્રગતિ અને 5 વર્ષીય પુત્ર ઋષભનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ રાજીવે પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ શા માટે રાજીવે આવું પગલું ભર્યું તે પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે? શું પરિવારમાં કોઈ ઘરકંકાશ ચાલતી હતી કે પછી આના માટે કોઈ અન્ય કારણ જવાબદાર હશે?
આ પણ વાંચો:બિહારના મુઝફ્ફરપુરમાં બની અજીબોગરીબ ઘટના, પુરૂષના પેટમાં એક મહિનાનું બાળક! રિપોર્ટ જોતા ડૉક્ટરો…
સમગ્ર ઘટનાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું
પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે જ્યારે રાજીવના પિતાએ ઘરનો દરાવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે દરવાજો ખુલ્યો નહીં. રાજીવના પિતાએ ઘરની અંદર પહોંચ્યા અને જ્યારે તેમણે ત્યાંનું દ્રશ્ય જોયું તો તેમનો આત્મા કંપી ગયો હતો. કારણે કે ઘરની અંદર ચાર પૌત્રોના લોહીથી લથપથ મૃતદેહ ત્યાં પડેલા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી દીધી છે. પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને પંથકમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.