અમેરિકામાં રોડ ટ્રીપ દરમિયાન દિવાન પરિવારના 4 વૃદ્ધ સભ્યો ગુમ; છેલ્લે ક્યાં જોવા મળ્યા?

બફેલો: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA)માં ભારતીય મુળના પરિવારના ચાર સભ્યો ગુમ થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. ન્યુ યોર્કના બફેલોથી કાર મારફતે વર્જિનિયાના માર્શલ કાઉન્ટી તરફ જતા રસ્તામાં એક દિવાન પરિવારના ચાર સીનીયર સિટીઝન ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયા (Divan family missing in USA) છે, પોલીસ તેમને શોધવા પ્રયાસ કરી રહી છે.
એક અહેવાલમાં આપવામાં એવલી જાણકારી મુજબ આશા દિવાન (85), કિશોર દિવાન (89), શૈલેષ દિવાન (86) અને ગીતા દિવાન (84) લાઈમ ગ્રીન રંગની ટોયોટા કેમરી કારમાં બેસીને બફેલોથી વેસ્ટ વર્જિનિયાના માર્શલ કાઉન્ટીમાં આવેલા પ્રભુપાદના પેલેસ ઓફ ગોલ્ડ તરફ જવા 29 જુલાઈના નીકળ્યા હતાં, પરંતુ ચાર દિવસ છતાં તેઓ પહોંચ્યા ન હતાં.
છેલ્લે ક્યાં જોવા મળ્યા?
પોલીસને સર્વેલન્સ ફૂટેજમાં જાણવા મળ્યું કે ગુમ થયેલા ચારમાંથી બે બર્ગર કિંગના એક આઉટલેટમાં ગયા હતાં, અને ત્યાં ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્ય મુજબ I-79 રોડ પર તેઓ દક્ષિણ તરફ જઇ રહ્યા હતાં ત્યારે પેન્સિલવેનિયા સ્ટેટ ટ્રુપરના લાઇસન્સ પ્લેટ રીડર તેમની કાર ડિટેક્ટ થઇ હતી, ત્યારથી ચારેય લોકોનો કોઈ પતો નથી, હાલ તમામની શોધ કરવામાં આવી રહી છે.
ન્યુ યોર્કના બફેલોમાં ગુમ થયાનો દાખલ કરવામાં આવ્યો છે. ઓહાયો કાઉન્ટીના અધિકારીઓ વેસ્ટ વર્જિનિયાના રસ્તાઓની આજુ બાજુના વિસ્તારોમાં શોધખોળ ચલાવી રહ્યા છે. કામગીરીમાં મદદ માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો.
ગુમ થયેલા ચારેય સીનીયર સિટિઝન્સનો ફોટો અને નામ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. માહિતી મળતા અધિકારીઓનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
આપણ વાંચો: 30 વર્ષ પહેલાંના ફ્રોઝન ગર્ભથી બાળકનો જન્મ, અમેરિકાની અનોખી ઘટના