
SBI PO recruitment: ગ્રેજ્યુએશન કર્યા બાદ ઘણા યુવાનો સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે સરકારી બેંકમાં નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક આવી છે.
SBIમાં પ્રોબેશનરી ઓફિસર(PO)ની 6589 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની લાયકાત અને છેલ્લી તારીખ કંઈ હશે? આવો જાણીએ.
અરજી કરવા માટેની લાયકાત
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ એક નોટિફિકેશન દ્વારા 6589 પ્રોબેશનરી ઓફિસર પદો માટે ભરતી બહાર પાડીને ઉમેદવારોની અરજીઓ મંગાવી રહી છે.
ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને મહત્તમ 28 વર્ષની ઉંમર ધરાવતા અને માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ગ્રેજ્યુએશન થયેલ યુવા ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.
ભરતીની પ્રક્રિયા કેવી હશે?
પ્રોબેશનરી ઓફિસર(PO)ની આ ભરતી માટે બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પહેલા પ્રિલિમ પરીક્ષા લેવાશે. પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારને મેઈન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
મેઈન્સ પરીક્ષા પાસ કરીને નોકરી મેળવનાર ઉમેદવારને દર મહિને 26730 – 64480 રૂપિયા પગાર આપવામાં આવશે. તેથી આ તક ગુમાવવા જેવી નથી.
અરજી કરવાની પ્રક્રિયા અને ફીની વિગત
આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025 છે. અરજી ઓનલાઈન મોડ પર જ કરી શકાશે. જેના માટે તમારે SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જવાનું રહેશે.
વેબસાઇટના હોમ પેજ પર ન્યૂ રજીસ્ટ્રેશન લખેલું દેખાશે. તેના પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે. જેમાં તમારૂં નામ, પાસવર્ડ સેટ કરો.
ત્યારબાદ લોગ ઇન કરીને પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી અને અન્ય દસ્તાવેજો અપલોડ કરો. બધી વિગતો ભર્યા બાદ ફી ચુકવણી કરો. જો તમે જનરલ, OBC, EWS ઉમેદવાર છો, તો તમારે 750 રૂપિયા ફી ભરવી પડશે. SC, ST, અન્ય અનામત શ્રેણીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.
આ પણ વાંચો…હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખનારાઓને નહીં લાગે કોઈ ચાર્જ, SBI સહિત અનેક બેંકોએ…