નેશનલ

બોલો, બાલાસોર ટ્રેન અકસ્માતના ચાર મહિના પછી આ પ્રક્રિયા કરી પૂરી

બાલાસોરઃ ઓડિસાના બાલાસોર જિલ્લામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે હજારો લોકોએ ઘાયલ થયા હતા. આ અકસ્માતના ચાર મહિના પછી આખરે પ્રશાસન દ્વારા 28 જેટલા બિનવારસ લોકોના અંતિમસંસ્કારની પ્રક્રિયા આજે પૂરી કરવામાં આવી હતી.

બિનવારસ મૃતદેહના અંતિમસંસ્કારની પ્રક્રિયા મંગળવારે ભુવનેશ્વર નગર પાલિકા દ્વારા શરુ કરી હતી, જે બુધવારે સવાર સુધીમાં પૂરી કરવામાં આવી હતી. જોકે, એકસાથે 28 મૃતદેહને અંતિમસંસ્કાર કરવાની પ્રક્રિયામાં પુરુષોની સાથે મહિલાઓએ પણ ભાગ લીધો હતો. મૃતકોની ઓળખ થઈ શકી નહોતી, તેથી છેવટે અંતિમવિધિ પાર પાડવામાં આવી હતી. આ પ્રક્રિયામા પુરુષો સાથે મહિલાઓએ પણ માનવતાને નાતે ભાગ લીધો હોવાનું જણાવ્યું હતું.

પ્રશાસનના અધિકારીએ કહ્યું હતું કે ભરતપુર ખાતેના સ્મશાન ગૃહમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કારમાં ભાગ લેનારી મહિલાઓ મૃતકના ધર્મથી પણ અજાણ હતા, જ્યારે તેઓ પોતાની મરજીથી આવી હતી. અંતિમસંસ્કારની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. મૃતકોને ચાર મહિનાથી ડીપ ફ્રીજરના કન્ટેનરમાં રાખવામાં આવ્યા હતા, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે 2 જૂને બાલાસોર જિલ્લામાં શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં 297 લોકોના મોત થયા હતા. હાલ સીબીઆઈ આ અકસ્માતની તપાસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button