નેશનલ

Mahadev Betting App ના માસ્ટરમાઈન્ડને એક અઠવાડિયામાં ભારત લાવવામાં આવશે! થશે મોટા ખુલાસા

મુંબઈ: મહાદેવ બેટિંગ એપ કૌભાંડ (Mahadev Betting App) મામલે ભારતીય તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. મહાદેવ બેટિંગ એપ કૌભાંડનાં માસ્ટરમાઈન્ડ સૌરભ ચંદ્રાકર(Saurabh Chandrakar)ને એક અઠવાડિયામાં ભારત લાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે સૌરભ ચંદ્રાકરને ડિસેમ્બર 2023માં UAEમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને ત્યારથી તે પોલીસ કસ્ટડીમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) અરજી પર CBI અને વિદેશ મંત્રાલયે આ કાર્યવાહી કરી હતી. હવે તેને ભારતમાં લાવીને પૂછપરછ કરવામાં આવશે.

EDએ સૌરભ ચંદ્રાકર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. અહેવાલ મુજબ સૌરભ ચંદ્રાકરનું અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સીધું કનેક્શન છે અને તેની વિરુદ્ધ ભારતમાં ઘણા કેસ નોંધાયેલા છે. સૌરભ ચંદ્રાકરને ભારત લાવવા બંને દેશોના વિદેશ મંત્રાલયો વચ્ચે સહમતી થઈ છે. સૌરભ ચંદ્રાકર લગભગ 5 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો માસ્ટર માઇન્ડ છે.

| Read More: Mahadevની મનપસંદ છે આ ચાર રાશિ, જોઈ લો તમારી રાશિ તો નથી ને??

ભૂપેશ બઘેલનું નામ આ કેસ સાથે જોડાયું:
ગયા વર્ષે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન આ મામલો ખુબ ચર્ચાયો હતો. આ કેસમાં તત્કાલિન મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલનું નામ આ કેસમાં સંડોવાયું હતું. EDએ દાવો કર્યો હતો કે તત્કાલિન મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે આ એપના પ્રમોટર્સ પાસેથી કથિત રીતે 508 કરોડ રૂપિયા લીધા હતા. જોકે, ભૂપેશ બઘેલે EDના આરોપોને ફગાવી દીધા હતા.

બોલિવૂડ સ્ટાર્સ સામે પણ તપાસ:
મહાદેવ બેટિંગ એપ કૌભાંડ બબાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, બંને પર કથિત રીતે એપને પ્રમોટ કરવા માટે પેમેન્ટ લેવાનો આરોપ છે. આ ઉપરાંત કપિલ શર્મા, હુમા કુરેશી અને હિના ખાનને ફેબ્રુઆરીમાં દુબઈમાં એક લગ્નમાં પરફોર્મ કર્યા બાદ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

| Read More: મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરનો આજે 75મો જન્મદિન છે

EDએ ખુલાસો કર્યો છે કે સેલિબ્રિટીઓને હવાલા ટ્રાન્ઝેક્શન દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી. EDએ કહ્યું કે લગ્નમાં પરફોર્મ કરવા માટે 17 બોલિવૂડ સેલિબ્રિટીઓને ચાર્ટર્ડ ફ્લાઈટમાં દુબઈ લાવવામાં આવ્યા હતાં. કથિત રીતે તમામને હવાલા દ્વારા કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button