મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરનો આજે 75મો જન્મદિન છે

‘સની' અને ‘લિટલ માસ્ટર' તરીકે જાણીતા આ લેજન્ડરી ખેલાડીએ 1971થી 1987 સુધી શાનદાર કરીઅર માણી હતી

વેસ્ટ ઇન્ડિઝના ખતરનાક ફાસ્ટ બોલર્સ સામે ટેસ્ટના ડેબ્યૂમાં જ તેમણે બે હાફ સેન્ચુરી ફટકારી હતી

ગાવસકરે કૅરિબિયનો સામેની ડેબ્યૂ-સિરીઝ ભારતને 1-0થી જિતાડી આપી હતી

સનીએ 125 ટેસ્ટમાં 34 સદીની મદદથી 10,122 રન બનાવ્યા હતા

ગાવસકરે ભવ્ય કારકિર્દીમાં માર્શલ, હોલ્ડિંગ, રોબર્ટ્સ, હેડલી, ઇમરાન, લિલી, વિલિસના પડકારનો જડબાતોડ જવાબ આપ્યો હતો

ગાવસકરને તેમના બનેવી ગુંડપ્પા વિશ્વનાથ, કપિલ સહિત અનેક ખેલાડીઓએ બર્થ-ડે નિમિત્તે અભિનંદન, શુભેચ્છા પાઠવ્યા છે