જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં અને શનિની સ્થિતિ સમૃદ્ધિ અને પતન તરફ દોરી જાય છે. શનિદેવને ક્રૂર, પાપી ગ્રહ માનવામાં આવે છે અને જો તમારી કુંડળીમાં એની સ્થિતિ અશુભ હોય તો જાતકને મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરવો પડે છે. જોકે, સાવ એવું પણ નથી કે શનિ હંમેશા અશુભ ફળ જ આપે છે.
શનિ હંમેશા લોકોને એમના કર્મ પ્રમાણ ફળ આપે છે. શનિ દેવ જ્યારે કોઈને શુભ ફળ આપે છે ત્યારે એ જાતકને એટલું બધું સુખ, સમૃદ્ધિ આપે છે કે નહીં પૂછો વાત… આ વર્ષે આ શનિદેવ અનેક રાશિઓ માટે શુભ પરિણામો લઈને આવી રહ્યા છે, કારણ કે આ આખા વર્ષ દરમિયાન શનિ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે, પણ કેટલીરક એવી રાશિઓ છે કે જેમને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ રહી છે.
મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ આખું વર્ષ ખુશહાલીનું વર્ષ રહેશે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. મિત્રો સાથે સંબંધો સુધરશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવી રહી છે. નાણાંકીય સ્થિતિ વધારે મજબૂત થઈ રહી છે. અનેક શુભ અને મંગલ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
વૃષભઃ
આ રાશિના નોકરી કરી રહેલાં જાતકોને નવી નવી જવાબદારીઓ સોંપવામાં આવે એવી શક્યતા છે. વેપારનો વિસ્તાર થઈ રહ્યો છે. સંપત્તિમાં વૃદ્ધિ થઈ રહી છે. વૈવાહિક જીવન પણ સુખમય બની રહ્યું છે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો.
મિથુનઃ
મિથુન રાશિના જાતકોની પ્રોફેશનલ લાઈફમાં સફળતા મળી રહી છે. આ રાશિના લોકોએ કરેલાં કામની ભરપૂર પ્રશંસા થશે. ઘરમાં ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. સંપત્તિમાં વૃદ્ધિ થઈ રહી છે. આ રાશિના જાતકોને ચારે બાજુથી ભરપૂર ફાયદો થઈ રહ્યો છે.
સિંહઃ
ઘરમાં કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. મિત્ર અને પરિવારના સાથ-સહકારથી તમારી પ્રગતિ થઈ રહી છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં છુટકારો મળી રહ્યો છે. મન શાંત રહેશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બની રહી છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવી રહી છે.