નેશનલસ્પોર્ટસ

સાનિયા-શોએબઃ એ તારા માટે આખા દેશ સાથે લડી…સોશિયલ મીડિયા પર યુઝર્સની કમેન્ટ્સનો વરસાદ

આજે સોશિયલ મીડિયા પર સવારે જ ભૂકંપ જેવા સમાચાર વાયરલ થયા હતા, જ્યારે પાકિસ્તાની ક્રિકટેર શોએબ મલિકની ત્રીજા લગ્નની પોસ્ટ વાયરલ થઈ હતી. શોએબે સના જાવેદ નામની પાકિસ્તાની અભિનેત્રી સાથે લગ્ન કર્યાની તસવીરો શેર કરી હતી જે જોઈ સોશિયલ મીડિયા યુઝર્સને મોટો ઝટકો લાગ્યો હતો.

શોએબ અને ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની ડામાડોળ મેરેજલાઈફની ખબરો આવ્યા કરતી હતી. સાનિયાએ લખેલી છેલ્લી પોસ્ટ પરથી એક વાત સાફ થઈ હતી કે બન્ને હવે લાંબુ સાથે નહીં રહે, પરંતુ આ અફવાઓ અને અટકળો વચ્ચે અચાનક શોએબે ત્રીજા લગ્નની તસવીરો શેર કરી તે બધા માટે શૉકિંગ જ છે.

સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર નેટિઝન્સ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે તારી સાથે લગ્ન કરવા તે આખી દુનિયા સાથે લડી. લોકોએ તેના કમિટમેન્ટ્સ પર સવાલ ઉઠાવ્યા, તેને શું શું કહ્યું અને તું એને દગો આપે છે, વાહ રે યાર…મેન. તો બીજાએ લખ્યું છે કે તમે બધા માટે ડ્રીમ કપલ હતા. આખા ભારતમાં વિવાદોનો સમાનો કરી તમે લગ્ન કર્યા અને હવે તમે છુટ્ટા થઈ રહ્યા છો. આ તમારો વ્યક્તિગત મામલો છે, પણ દિલ તૂટી ગયું છે.

સાનિયાએ શોએબે લગ્નની જાહેરાત કરી ત્યારે જ આયેશા સિદ્દીકી નામની મહિલાએ શોએબ સાથે નિકાહ પઢી લીધા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. શોએબે તેને તલ્લાક આપી, સાનિયા સાથે લગ્ન કર્યા હતા. સાનિયાના પાકિસ્તાની પ્લેયર સાથેના લગ્ન તે સમયે પણ ભારે ચર્ચા અને વિવાદોનો ભોગ બન્યા હતા ત્યારે હવે શોએબના ત્રીજા લગ્ન પણ જાણે આખા દેશમાં તોફાન લઈને આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો