યુપીના મુસ્લિમ સાંસદના ઘર પર ચલાવાશે બુલડોઝર, 30 દિવસની મુદત, 1.35 લાખ દંડ

સમાજવાદી પાર્ટીના સાંસદ જિયાઉર્રહમાન બર્કની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સંભલમાં તેમના ઘરના એક ભાગનું બાંધકામ નકશા વિના કરવાનો આરોપ સાબિત થયા બાદ ઉપજિલ્લા મેજિસ્ટ્રેટ (SDM) કોર્ટે કડક આદેશ આપ્યા છે. આ મામલો સંભલમાં થયેલી હિંસા બાદ વધુ ચર્ચામાં આવ્યો હતો. કોર્ટના આદેશે સ્પષ્ટ કર્યું છે કે કાયદો સૌ માટે સમાન છે અને ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલા લેવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, SDM કોર્ટે અંતિમ આદેશ પ્રમાણે, કોર્ટે સાંસદ જિયાઉર્રહમાન બર્કના મકાનનો 1 મીટર ઊંડો અને 14 મીટર લાંબો ભાગ અવૈધ જાહેર કરવામાં આવ્યો છે. આ ભાગને દૂર કરવા માટે તેમને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં અવૈધ બાંધકામ નહીં હટાવવામાં આવે તો પ્રશાસન બુલડોઝરની મદદથી તેને તોડી પાડશે. આ ઉપરાંત, સાંસદ પર ધારા 9 હેઠળ 1 લાખ 35 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
આ મામલામાં ધારા 10 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સાંસદ બર્કને 1 લાખ 35 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. SDM વિકાસ ચંદ્રએ જણાવ્યું કે જો આદેશનું પાલન નહીં થાય તો પ્રશાસન કડક પગલા લેશે. આ કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો, અને હવે તેનો નિકાલ થઈ ગયો છે. આ ઘટના સંભલ હિંસા બાદ વધુ ચર્ચામાં આવી હતી, જેમાં બર્કનું નામ ચર્ચાઓના કેન્દ્રમાં છે
SDM વિકાસ ચંદ્રએ ભારપૂર્વક જણાવ્યું કે આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ આપે છે કે કાયદો દરેક માટે સરખો છે. કોઈપણ વ્યક્તિ, ભલે તે સાંસદ હોય કે સામાન્ય નાગરિક, જો કાયદાની વિરુદ્ધ કામ કરશે તો તેની સામે કાનૂની પગલા લેવામાં આવશે. આ આદેશ ગેરકાયદેસર બાંધકામ સામે સરકારની કડક નીતિને દર્શાવે છે અને અન્ય લોકો માટે પણ ચેતવણીરૂપ છે.
આપણ વાંચો: વિદેશી મુસાફરો માટે ખુશખરબ, એક જ દિવસમાં મળી જશે ભારતીય વિઝા!