સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. દરમિયાન, સલમાન ખાને દુબઈમાં તેની દ-બેંગ ટૂર જાહેર કરી છે. તેણે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે અને કાર્યક્રમની સૂચિ પણ શેર કરી છે.
સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર દ-બેંગ ટૂરનું પોસ્ટર શેર કર્યું છે. સલમાન સિવાય સોનાક્ષી સિન્હા, જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પટણી, તમન્ના ભાટિયા, પ્રભુ દેવા, આસ્થા ગિલ, મનીષ પોલ અને સુનીલ ગ્રોવર પણ તેમાં જોવા મળી રહ્યા છે.
સલમાન ખાનની આ દ-બેંગ ટૂર ૭મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ દુબઈમાં થવાની છે. આ માટેની ટિકિટો મળવા લાગી છે. આ પ્રવાસ માટેની ટિકિટ પ્લેટિનિસ્ટ પર ઉપલબ્ધ છે. ટિકિટની કિંમત દિરહામ ૧૫૦થી શરુ થઈને 10,000 સુધી છે. દ-બેંગ ટૂરનું આયોજન સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આપણ વાંચો: સલમાન ખાનને ધમકી આપનાર શાકભાજી વેચવા વાળો નીકળ્યો, મુંબઈ પોલીસે આ રીતે કરી ધરપકડ
તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકીની હત્યા બાદ સુપરસ્ટારની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. કાળા હરણ શિકાર કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનને સતત ધમકીઓ આપી રહી છે. આવી સ્થિતિમાં સલમાનને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકીઓ છતાં સલમાન ખાન પોતાનું કામ કરી રહ્યો છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ તેણે થોડા સમય માટે કામ પરથી બ્રેક લીધો હતો. પરંતુ હવે તે બિગ બોસ ૧૮ હોસ્ટ કરી રહ્યો છે અને તેની એક્શન ફિલ્મ સિકંદરનું શૂટિંગ પણ કરી રહ્યો છે.